બ્રિટનના પીએમ ઋષિ સુનક ને કામધેનુ પ્રત્યે પ્રેમ
બ્રિટનના PM ઋષિ સુનક ગાયોને ઘાસચારો ખવડાવતા જોવા મળ્યા
હિન્દુ હોવા પર મને ગર્વ છે: ઋષિ સુનક
ખેડૂતોની સફળતા જ અમારી સફળતાનો પાયો છે: ઋષિ સુનક
Mnf news. Network :બ્રિટિશ PM ઋષિ સુનક તાજેતરમાં જ G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. સુનકે તેની પત્ની સાથે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. સુનકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને હિંદુ હોવા પર ગર્વ છે.હવે એક ફોટો સામે આવ્યો છે જેમાં સુનકનો ગાયો પ્રત્યે પ્રેમ જોવા મળ્યો છે. સુનકે આ તસવીર શેર કરી અને લખ્યું, "બ્રિટિશ ખેડૂતો દેશને અન્ન પૂરું પાડે છે અને તેમની સફળતા જ અમારી સફળતાનો પાયો છે. હું હંમેશા બ્રિટિશ ખેતીને સમર્થન આપીશ."
ભારતની મુલાકાત દરમિયાન મળેલા પ્રેમ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. હવે તે ભારતથી બ્રિટન પરત ફર્યો છે. આ દરમિયાન, તેણે તેના X એકાઉન્ટમાંથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગાયને ચારો ખવડાવતો જોવા મળી રહ્યો છે. તેણે X પર લખ્યું, 'બ્રિટિશ ખેડૂતો દેશને ખવડાવે છે અને તેમની સફળતા એ આપણી રાષ્ટ્રીય સફળતાની ચાવી છે.'