ગોપાલ ઇટાલિયાએ કહ્યું," સલામ છે આ હીરોને,જેણે જીવ જોખમમાં મૂકી અંધ માતાના બાળકને બચાવ્યું", જુઓ વિડીયો

ગોપાલ ઇટાલિયાએ કહ્યું," સલામ છે આ હીરોને,જેણે જીવ જોખમમાં મૂકી અંધ માતાના બાળકને બચાવ્યું", જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મુંબઈ :  મુંબઈના મધ્ય રેલવેના વાગણી રેલવે સ્ટેશન પર પોઇન્ટ મેન તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહેલ મયુર સેલકે નામના એક રેલવે કર્મચારીએ એક અંધ માતા સાથે રેલવે પ્લેટફોર્મ પર ચાલી રહેલ એક નાનું બાળક રેલવે ટ્રેક પર પડી જતા આ 6 વર્ષના બાળકને પોતાના જીવના જોખમે બચાવ્યો હોવાનો એક વિડીયો રેલ્વે મિનિસ્ટ્રીએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ retweet કરીને રેલ્વે કર્મીની બહાદુરીને બિરદાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના મધ્ય રેલવેના માંગણી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર 17 એપ્રિલ શનિવારે સાંજે 5:00 વાગે એક અંધ માતા તેના બાળકને લઈને પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. જે પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા રેલવે ટ્રેક ની નજીક જાય છે ત્યારે તેની સાથે રહેલું બાળક એકા એક પ્લેટફોર્મ પરથી નીચે પાટા (ટ્રેક) ઉપર પડી જાય છે.

ત્યારે સામેથી ઉદ્યાન એક્સપ્રેસ આવી રહી હતી. જોકે અંધ માતા બાળકને લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઉદ્યાન એક્સપ્રેસ ખૂબ જ ઝડપથી આવી રહી હતી. માતા આકુળ વ્યાકુળ બની ગઈ હતી.આ સમયે પોઇન્ટ મેન તરીકે ફરજ બજાવી રહેલ મયુર સેલકે એ આ ઘટના જોઈ અને ક્ષણવાર નો વિચાર કર્યા વગર પોતાના જીવ ની પરવા કર્યા વગર એ બાળક તરફ દોડી ગયો અને બાળકને પ્લેટફોર્મ પર મૂકી પોતે ઝડપથી કૂદકો મારી પ્લેટફોર્મ પર ચડી ગયો અને આ રીતે તેણે પોતાની અને એક બાળકની જિંદગી બચાવી. જોકે રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલે પણ પોઇન્ટ મેન સેલકે ના આ કાર્યને બિરદાવ્યું છે. પિયુષ ગોયેલે પણ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, ' પોઇન્ટ મેને સેલકે એ પોતાના જીવનને જોખમમાં મૂકીને એક નાના બાળકને બચાવ્યું છે. ખરેખર તેનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે.'