ભાજપનાં આ મહિલા નેતાએ જન્મદિવસે મહિલાઓ માટે કર્યું એવું કામ કે અન્યને પણ મળશે પ્રેરણા

ભાજપનાં આ મહિલા નેતાએ જન્મદિવસે મહિલાઓ માટે કર્યું એવું કામ કે અન્યને પણ મળશે પ્રેરણા

ભાજપ મહિલા નેતા લ્યુસીબેન પટેલે પોતાનાજન્મ દિવસે મહિલાઓ માટે કરી મહત્વની કામગીરી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પણ લ્યુસીબેન પટેલ ને પાઠવી છે જન્મદિવસની શુભકામનાઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  હાલના વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાનામાં જન્મદિવસની ઉજવણી સામાન્ય વ્યક્તિથી લઈને નેતાઓ અને અભિનેતાઓ પણ જુદી જુદી રીતે કરતા હોય છે. જેમા કેટલાક લોકો પાર્ટીઓ યોજીને જન્મદિવસની ઉજવણી કરે છે તો કેટલાક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એવા કાર્યો કરે છે કે જે યાદગાર બની જાય છે. તાજેતરમાં જ ભાજપનાં એક મહિલા નેતા એ પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એવું કામ કર્યું હતું કે જેને લઈને સોશિયલ મીડિયામાં તેમની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.

સુરત ભાજપના વોર્ડ નંબર 22નાં મહિલા મોરચાનાં પ્રમુખ લ્યુસીબેન પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરી હતી. તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે ડુમસ સ્મશાનભૂમિ ખાતે મહિલાઓ માટે યુટીલિટી કેબિન નું ભૂમિપૂજન કર્યું અને તેનો સમગ્ર ખર્ચ ઉપાડી લીધો હતો.તો વળી  પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે તેમણે ભીમપોર ગામે હનુમાનજીના મંદિરમાં 100 જેટલી વિધવા બહેનોને સાડી અર્પણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. અત્રે નોંધનીય છે કે લ્યુસીબેન પટેલ ભાજપનાં મહિલા નેતા ઉપરાંત એક સામાજિક કાર્યકર પણ છે અને તેઓ સતત સામાજિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હોય છે. મહિલા સશક્તિકરણ માટે પણ તેઓ સદાય સક્રિય રહે છે. Lucy બેન પટેલ ને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવનાર દરેક નો તેમણે સોશિયલ મીડિયા થકી આભાર વ્યક્ત કર્યો છે.