ઊંઝા નગર પાલિકા મામલો : ભાજપના દિગ્ગજ નેતાઓ કેમ રાત્રે દોડતા થયા ?

ઊંઝા નગર પાલિકા મામલો : ભાજપના દિગ્ગજ નેતાઓ કેમ રાત્રે દોડતા થયા ?

ઊંઝા નગર પાલિકામાં સત્તા ટકાવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસ

કામદાર પેનલ સાથે સમાધાન કરવા તલ પાપડ

સમાધાન મુદ્દે ભાજપના જ નગર સેવકોમાં છુપી નારાજગીની ચર્ચા

ભાજપ નગર સેવકોની અંદરો અંદર ની નારાજગી ખાળવા રાત્રે ભાજપના નેતાઓ દોડતા થયા હોવાની ચર્ચા

સમાધાન મુદ્દે ધારાસભ્ય ને પૂછતા વાત ટાળવા ગોળ ગોળ જવાબ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકામાં આજે પ્રમુખ કોણ બનશે તેને લઈને કસ્મકસ નો જંગ છે ત્યારે ગઈકાલે અડધી રાત્રે ભાજપના નેતાઓ દોડતા થયા હોવાનું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.કારણ કે હાલમાં ભાજપ ના છ જેટલા નગરસેવકો ભૂગર્ભમાં છે. ત્યારે ભાજપ હવે ક્યાંક ને ક્યાંક પોતાની સત્તા ટકાવી રાખવા માટે કામદાર પેનલ સાથે સમાધાનના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

જોકે ભાજપ દ્વારા તેના નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જે નગરસેવકો ગઈકાલે  ઊંઝા નજીકની એક હોટલમાં પરત ફર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હવે ભાજપ જો કામદાર પેનલ સાથે સમાધાન કરે તો ભાજપના જ કેટલાક નગરસેવકો અંદરખાને નારાજ હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.જેને લઇ ભાજપના દિગજજો દોડતા થયા હતા. ત્યારે શું ખરેખર ઊંઝા નગરપાલિકામાં ભાજપને પ્રમુખ પદનો તાજ ટકાવી રાખવામાં સફળતા મળશે કે કેમ એ તો હવે સમય જ બતાવશે !