ઇતિહાસ અને ભૂગોળ ના પુસ્તકોમાં અધૂરી માહિતી

ઇતિહાસ અને ભૂગોળ ના પુસ્તકોમાં અધૂરી માહિતી

Mnf network: સરકાર દ્વારા શિક્ષણ સ્‍તર સુધારવા જવાબદાર અધિકારી-શિક્ષણ મંત્રીશ્રી સમયોચીત જાહેર સમારંભોમાં અથવા સરકારી ક્ષેત્ર સંબંધીત કચેરીમાંથી એરકન્‍ડીશન કચેરીમાં બેસી મંત્રીશ્રીઓને મિટીંગમાં વિધાનસભા કે લોકસભામાં રાજયભાસના શિક્ષણ સ્‍તર સુધરવા હળવુ બનાવવા માટે તેમજ વધુને વધુ ફુટપાથ લઇ બંગલામાં રહેનાર નાગરીકોના બાળકોને અક્ષરજ્ઞાન સાથે શબ્‍દજ્ઞાન વાંચન પાઠય પુસ્‍તક સ્‍વરૂપે શાળા-કોલેજ ઘર આંગણે શિક્ષણ ટયુશન કલાસ કોચીંગ કલાસમાં તગડી ફી લઇ શિક્ષણ આપવામાં આવે છે.

સરકારે રાઇટ ટુ એજયુકેશન યાને શિક્ષણ મેળવવાનો અધિકાર આપતો કાયદો ઘડવામાં આવેલ. વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ માટે યાને કોલેજ સુધી શિક્ષણ ફ્રી વિના મુલ્‍યે આપવામાં આવે છે. આ રાઇટ ટુ એજયુકેશન વિનામુલ્‍યે શિક્ષણ મેળવવા માત્ર આશ્વાસન જ અપાય છે.

પુર્વ સાથે વર્તમાન સમાવી ઇતિહાસ પાઠય પુસ્‍તકમાં સમાવી શકાય. તે સાથે પુર્વ ભુગોળના બદલે વર્તમાન ભુગોળ સાથે ખગોળીય જ્ઞાનનો સમાવેશ કરી પાઠય પુસ્‍તકમાં શિક્ષણમાં સામેલ કરવાની જરૂર છે. વર્તમાન સ્‍થિતિએ આપણે મંગળગ્રહ-શનિગ્રહ-ચંદ્રગ્રહ સુધી અભ્‍યાસ કર્યો. સુર્યમાળાના અન્‍યગ્રહ બાકી છે. આમ જોઇએ તો રામાયણ-મહાભારત કાંઇક પ્રેરણા સાથે જ્ઞાન આપે છે. આજે આપણા વિજ્ઞાનીક સંશોધન યાંત્રીક સાધનો દ્વારા યાન રોકેટ મોકલી યાંત્રીક સાધનો દ્વારા સંશોધન કર્યુ તેના માઇલો નક્કી કર્યા. 

જયારે ઇતિહાસમાં પરિવર્તનનુ પુસ્‍તક બદલવાની જરૂર છે. પુર્વ-વર્તમાન સમયનો ઇતિહાસની આજની પેઢી યુવા પેઢીને હિન્‍દુસ્‍તાન ભારતની સાચી ઓળખની જરૂર છે કેવી રીતે ઋષિ મુનીઓ કે મર્યાદા પુરૂષોતમ કે શ્રીકૃષ્‍ણનો દેશ ગણાય છે. સંસ્‍કૃતી સાથે વણાયેલ. શ્રી વિષ્‍ણુગુપ્ત ચાણકયની કુશાગ્રહથી નંદવંશનો નાશ કર્યો. ચંદ્રગુપ્ત જે જંગલમાંથી ઘોડેશ્વર ખેલતા ચાણકયે નિહાળી તેની શકિત ઓળખી એક સમગ્રઅહિંસક મૌર્ય વ઼શ સામ્રજય સ્‍થાપ્‍યું . હિન્‍દુસ્‍તાન ભારતમાં મર્યાદીત રીતે બૌધ્‍ધધર્મ રહેલ. પરંતુ ભારત હિન્‍દુસ્‍તાનની સ્‍વતંત્રતા પછી બંધારણ ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર યાને ડો.ભીમરાવ આંબેડકરે બૌધ્‍ધ ધર્મ સ્‍વકારી દલીત વર્ગમાં ધીમી ગતી બૌધ્‍ધ ધર્મનો પ્રચાર કરી વિસ્‍તારવાની શરૂઆત કરી. ઘણા ખરા દલીત વર્ગમાં ધર્મપરિવર્તન આવવા લાગેલ છે. બૌધ્‍ધધર્મનો વ્‍યાપ વધતો જાય છે.