મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેેન્દ્ર ચુડાસમાનું મહત્તવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે. કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શાળા કોલેજો ખુલશે.આ ઉપરાંત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે. જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લેવામાં આવશે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. શાળા સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, UG, PGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.
કેન્દ્ર સરકારની SOP પ્રમાણે બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે
ફેસ માસ્ક પહેરવું પડશે.
બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
ગમે ત્યાં થૂકી નહીં શકે.
જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.