ડ્રીમ સીટી સહિતના વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સુરત મનપા કમિશ્નરે આપી ડેડ લાઇન
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે સુરત મનપાનો કારભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે . સોમવારથી મનપા કમિશનરે મીટિંગોનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને મનપા તેમજ સુડા પ્રોજેક્ટોની મુલાકાત લેવાનું શરૂ કર્યુ છે .
મંગળવારે સવારે મનપા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રીમ સિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી . ખજોદ ખાતે ડ્રીમ સિટી પ્રોજેક્ટની વિઝિટ કરી , અધિકારીઓ અને ડાયમંડ બુર્સના પ્રતિનિધિ તથા સી.ઈ.ઓ. સાથે મીટિંગ કરી હતી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરી -2023 અને માર્ચ -2023 સુધી બે તબક્કામાં પૂર્ણ કરવા માટે આયોજન સાથે એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સૂચના આપી હતી .
જે અંગે વધુ વિગત આપતાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે , સુરત શહેરના ડ્રીમસમાન ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે . એ માટે કામગીરીની 15-15 દિવસની ટાઈમલાઈન બનાવી એક્શન પ્લાન તૈયાર કરાશે અને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાશે . ઉપરાંત મનપા કમિશનરે સુડા ભવન ખાતે સુડા વિસ્તારના રસ્તાનાં કામો , બ્રિજ , આવાસ યોજના , આઉટ રિંગ રોડ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી , જેમાં તેઓએ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટનું કામ પેકેજમાં થશે તેનું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી .
આ સાથે તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મનપા સાથે સંકલન કરી ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ તાકીદે કરવા જણાવ્યું હતું . મનપા કમિશનરે જણાવ્યું હતું કે , અગત્યના પ્રોજેક્ટોની ડેડલાઈન બાંધી દેવામાં આવી છે . જેના કારણે કામો ઝડપથી ઓન ટ્રેક થઈ શકશે અને પ્રોજેક્ટોની કામગીરી ઝડપથી થશે .
સુરતમાં ખજોદ , આભવા જ્યારે નવસારીમાં ઉભરાટ આસપાસના પ્રોજેક્ટ માટે બૂસ્ટર ડોઝ
બહુચર્ચિત આભવા - ઊભરાટ વચ્ચે બનનારા કેબલ બ્રિજ માટે અંતે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે . ૧૭૮ કરોડના ખર્ચે ૭૪૦ મીટર લંબાઈનો ફોર લેન બ્રીજ બનાવવા ફેસ -૧ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે . કેબલ બ્રીજની કિંમત ૧૭૮ કરોડ અને જમીન સંપાદન સહિતના ખર્ચ કુલ ૪૪૮ કરોડના ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો છે . કેબલ બ્રીજની કામગીરી ત્રણ તબક્કામાં કરાશે . જ્યારે ૩૦ મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની રહેશે . આ બ્રીજ બન્યાં બાદ સુરતથી માત્ર ૨૦ મિટિનમાં ઊભરાટ પહોંચી જવાશે.દેતાં તેમજ સુરતથી નવસારી પહોંચવામાં ૨૦ થી ૨૫ મિનિટનો સમય બચશે .
વર્ષો પહેલા સુરત - ઊભરાટ વચ્ચે દરિયા પર ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ અત્યાર સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી રહી હતી . પરંતુ કેબલ બ્રિજ માટે ટેન્ડર જારી કરી દેવાતા સુરતના ખજોદ , આભવા જ્યારે નવસારીના ઊભરાટ સહિતની કેટલાય વિસ્તારના પ્રોજેક્ટને બૂલ્ટર ડોઝ મળશે . વર્ષોથી રોકાણ કરનારાઓ પણ ગેલમાં આવી ગયા છે . વહીવટી બાદ ટેક્નિકલ મંજૂરીતા મળ્યાંતા ગણતરીના દિવસોમાં જ કેબલ બ્રિજનું ટેન્ડર જારી કરી દેવાયું આભવા - ઊભરાટ ઓવરબ્રિજ માટે સરકાર દ્વારા ઘણાં સમય પહેલા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હતી . વહીવટી મંજૂરીને ગ્રીન સિગ્નલ આપ્યા બાદ લાંબા સમય બાદ ટેક્નિકલ આપવામાં આવી હતી . જોકે , ટેક્નિકલ મંજૂરીના ગણતરીના દિવસોમાં જ DTP એ પણ લીલીઝંડી દેતા માર્ગ અને મકાન વિભાગે ફેસ -૧ નું ટેન્ડર ઈશ્યુ કરી દીધું છે . હવે સમયમર્યાદા પૂરી ટેન્ડર ખોલવામાં આવશે.