મોદી અને શાહના વતન ઉત્તર ગુજરાતમાં જ ભાજપ માટે મોટો ખતરો : ઊંઝા સીટ પર શુ છે સ્થિતિ?

મોદી અને શાહના વતન ઉત્તર ગુજરાતમાં જ ભાજપ માટે મોટો ખતરો : ઊંઝા સીટ પર શુ છે સ્થિતિ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં ભાજપનો નબળો રિપોર્ટ હાઈ કમાન્ડ ને મળતાની સાથે જ ભાજપે 150 સીટોનું લક્ષ હાંસલ કરવા માટે હવે રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહે ભાજપની કમાન સંભાળી લીધી છે.

https://www.facebook.com/1659802264233919/posts/pfbid0jkSCDpQrprdUVupiyNFeGnQuGETPCutc9ek75gJfTv4yDE9UrFDCcoNFpDcbY4tFl/

મોદી અને શાહ ના વતન ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે ખતરો

જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સૌથી વધારે ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાતમાં 32 બેઠકમાંથી માત્ર 14 બેઠક જ ભાજપ પાસે છે જ્યારે 18 બેઠક કોંગ્રેસ પાસે છે .બીજી તરફ વિપુલ ચોધરીને લઈને અર્બુદા સેના મેદાને પડી છે . જ્યારે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ઉત્તર ગુજરાતમાં મજબૂત થઈ રહ્યું છે . અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ થઈ રહ્યો છે . ત્યારે ઉત્તર ગુજરાતમાં વધુ સીટો મેળવવા માટે તાજેતરમાં અમિત શાહે કાર્યકરો સાથે મેરેથોન બેઠક કરી હતી.

ઊંઝામાં શહેર,તાલુકા સંગઠન ના હોદ્દેદારોની પકડ ઢીલી : AAP નો વધતો પ્રભાવ ખળવામાં નિષ્ફળ

ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો દબદબો છે, પરંતુ ઊંઝા ના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નિધન બાદ અહીં સીટ ખાલી પડી છે. ત્યારે હાલમાં ઊંઝા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ તેનો ફાયદો ઉઠાવીને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો હાથ ભર્યા છે એટલું જ નહીં ઊંઝા શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો પણ પ્રજાનો વિશ્વાસ જીતવામાં ક્યાંક ને ક્યાંક નબળા પુરવાર થઈ રહ્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં ઊંઝા સીટ પર ભાજપ માટે મોટો ખતરો મંડાઈ રહ્યો છે.

ધમા મિલનની ધરપકડથી આંટા સમાજમાં ભાજપ સામે નારાજગી

ઊંઝા શહેરમાં જોકે આંટા સમાજના મતદારોનો સૌથી મોટો પ્રભાવ છે. ત્યારે તાજેતરમાં જ આંટા સમાજના યુથ નેતા ધમા મિલનની એકાએક જુના કેસમાં ધરપકડ કરવામાં આવતા આંટા સમાજમાં પણ ભાજપ સામે ક્યાંક ને ક્યાંક છૂપી નારાજગી જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે આ સમાજના ધમા મિલને ચૂંટણીમાં ઝંપલાવવા માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું ત્યારે સંમેલન પૂર્વે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેથી સમાજના લોકોમાં ક્યાંકને ક્યાંક ભાજપ સામે છુપી નારાજગી જોવા મળી હતી

ઊંઝા વિધાનસભા સીટ જીતવા ભાજપે વજનદાર નેતાની કરવી પડશે પસંદગી

ઊંઝા  વિધાનસભા સીટ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગર નો પણ સમાવેશ થાય છે ત્યારે ઊંઝા અને વડનગરના મતદારો સાથે સીધો સંપર્ક ધરાવતા હોય અને મતદારો પર પ્રભુત્વ ધરાવતા હોય એવા નેતા ને જો આ વખતે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તો કદાચ ભાજપ માટે જીત આસાન બની શકે છે. જો લોક સંપર્ક ધરાવતા ન હોય એવા ઉમેદવારને ટિકિટ મળશે તો ભાજપે ઉંઝા સીટ ગુમાવવાનો વારો આવી શકે છે.

ધારાસભ્ય સ્વ.ડો.આશાબેને ભાજપને મજબૂત કર્યું હતું

અત્રે નોંધનીય છે કે ડો. આશાબેન પટેલે તેમના કાર્યકાળ દરમિયાન માત્ર ઊંઝા જ નહીં પરંતુ વડનગરના મતદારો પર પણ સારું એવું ભાજપનું પ્રભુત્વ જમાવ્યું હતું. જેને કારણે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ચૂંટણી લડ્યા તો પણ તેમનો ઝળહળતો વિજય થયો હતો.

ઉત્તર ઝોનની બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર ?

ભારતીય જનતા પાર્ટીની આ ઉત્તર ઝોનની અગત્યની બેઠક  કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી Amit Shah ના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી Bhupendra Patel, ડે. મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ C R Paatil ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ,મહામંત્રી એમ.એસ.પટેલ અને ઝોન પ્રભારી Rajni Patel તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.