ઊંઝા : ગુજરાત ગૌરવ યાત્રાનું APMC ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા દબદબાભેર સ્વાગત : જાહેર સભા યોજાઈ
ગુજરાત ગૌરવ યાત્રા ને લઈ વડનગર , વિજાપુર , વિસનગર , મહેસાણા તથા ઊંઝા તાલુકામાં સભાઓ યોજાઈ.
મહેસાણા જિલ્લામાં વિધાનસભાની આગામી ચૂંટળી અગાઉ ભાજપે વિકાસ કામોની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાયો છે .
જિલ્લામાં આજે પાંચ તાલુકાઓમાં ભાજપની ગૌરવ યાત્રા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યમંત્રી સંજીવ બાલિયાનની ખાસ ઉપસ્થિતિમાં પહોંચી હતી .
પાંચેય તાલુકામાં જાહેર સભાનું આયોજન કરાયું હતું . જેમાં ગૌરવ યાત્રા થકી જનજન સુધી પહોંચી ભાજપ સરકારને ભરોસાની સરકાર ગણાવી 1220 વિકાસ કામોની સિદ્ધિઓ પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવી હતી .
ઊંઝા APMC ચેરમેન દિનેશભાઈ પટેલે ગૌરવ યાત્રાનું સ્વાગત કર્યું હતું.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : મહેસાણા જિલ્લાના વડનગરથી આજે ગૌરવ યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતો . ત્યારબાદ ગૌરવ યાત્રા વિજાપુરના લાઘેલ અને જંત્રાલ ગામમાં પહોંચતા મહેસાણા વિજાપુર સ્વાગત કરાયું હતું . જ્યારે વિજાપુર ખાતે જાહેર સભા યોજાઈ હતી .
વિસનગર APMC ખાતે જાહેર સભા યોજાઈ હતી . સમગ્ર રાજ્યમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું . વિસનગરમાં આવી પહોંચેલી ગૌરવ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી . ગૌરવ યાત્રા સાંજે મહેસાણા તેમજ ઊંઝા ખાતે પહોંચી હતી .
ઊંઝા એપીએમસી ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું . જાહેર સભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યમંત્રી સંજીવ બાલિયાને સંબોધન કરી ગુજરાતને સમગ્ર દેશનું વિકાસ મોડેલ ગણાવ્યું હતું . ઊંઝા APMC ચેરમેન દિનેશભાઈ પટેલે ગૌરવ યાત્રાનું સ્વાગત કર્યું હતું , આ પ્રસંગે ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .