Exclusive : ભાજપ શાસિત ઊંઝા નગર પાલિકામાં આજે બીજો ઇતિહાસ રચાશે, વિવિધ કમિટીઓની થશે રચના
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગર પાલિકામાં ૧૯ બેઠકો સાથે બહુમતી મેળવનાર ભાજપે પ્રમુખ ઉપપ્રમુખ દંડક અને પક્ષના નેતા ની નિમણૂક કરી દીધી છે. જેમાં ૧૯ માંથી 4 નગરસેવકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આજે નગરપાલિકાની વિવિધ સમિતિઓ માં 14 જેટલા નગરસેવકોને ની નિમણૂક થશે. જ્યારે ભાજપના એક નગરસેવકને એપીએમસીના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ઊંઝા ન.પા.માં પહેલીવાર ભાજપને બહુમતી મળી
અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકા માં કેટલાય વર્ષોથી સતત અપક્ષનું શાસન હતું. જેમાં આ વખતે પ્રથમવાર ભાજપે નગરપાલિકાની નવ વોર્ડની ૩૬ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને લડાવ્યા હતા. જેમાં ૧૯ બેઠકો પર ભાજપની જીત થઇ છે અને પાતળી બહુમતી પ્રાપ્ત થઈ હતી.
ઊંઝા નગર પાલિકામાં સત્તા મેળવી ઇતિહાસ સર્જનાર ભાજપ આજે વધુ એક બીજો ઇતિહાસ બનાવશે...
પહેલીવાર નગરપાલિકામાં એવું બનશે કે જેટલા સભ્યો ભાજપના ચૂંટાયેલા છે એ દરેક સભ્યોને નગર પાલિકાના વિવિધ હોદ્દાઓમાં સ્થાન મળવા જઈ રહ્યું છે. આ પણ નગરપાલિકામાં પહેલીવાર ઈતિહાસ બની જશે.
હોર્સ ટ્રેડિંગ ના ડરથી 19 નગરસેવકોને અજ્ઞાત સ્થળે મોકલાયા હતા
બહુમતી મળતાની સાથે જ ભાજપે તેના ચૂંટાયેલા નગરસેવકો નું હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે નગરસેવકોને અજ્ઞાત સ્થળે કેમ્પમાં મોકલી દીધા હતા. ત્યારબાદ જે દિવસે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થવાની હતી તે દિવસે સીધા આ 19 નગરસેવકોને નગરપાલિકામાં લાવવામાં આવ્યા હતા.
પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી બિનહરીફ થઈ હતી
જોકે નગર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ દંડક અને પક્ષના નેતાની વરણી દરમિયાન કુલ નગરપાલિકાના 23 કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૧૯ ભાજપના બે કામદાર પેનલના અને બે અપક્ષ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેથી પ્રમુખ ઉપપ્રમુખ દંડક અને પક્ષના નેતાની વરણી બિનહરીફ થઇ ગઇ હતી આમ અત્યાર સુધીમાં પ્રથમવાર ભાજપે નગરપાલિકામાં શાસન મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો છે.