ઊંઝા પોલીસે 320 પેટી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડી : 25.17 લાખનો મુદ્દામાલ કબ્જે

ઊંઝા પોલીસે 320 પેટી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડી : 25.17 લાખનો મુદ્દામાલ કબ્જે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા પોલીસે  રાજસ્થાનથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતી  એક આયશર ટ્રક ઝડપી પાડી હતી અને 25.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જેમાં દારૂની કુલ 320 પેટી હતી.

-------------------------------////----------////------------------------///////-----

ઝડપાયેલ આરોપી

(1) ડ્રાઇવર - મિથુન બંસીલાલ પૃથ્વીરાજ પ્રજાપત. ઉ.વ.33 રહે.ચંદેસરા, તા.માવલી જી.ઉદેપુર (રાજસ્થાન)
(2) ગમાનલાલ કાલુજી કેવલાજી ડાંગી. ઉ.વ.38, રહે.ઓળવાડિયા,તુલસીદાસજી કી સરાય, પોલીસ સ્ટેશન ગુડલી.તા.માવલી (રાજસ્થાન)

----------------------------------------///////------------------///////-----------///--

ઊંઝા પી.આઈ.જે.એસ.પટેલ ને મળેલી  બાતમીને આધારે ઊંઝા તાલુકાના મકતુપુર ગામે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં પાલનપુર થી અમદાવાદ તરફ જઇ રહેલી એક આઈસર ટ્રક નંબર GJ 23-AT 3239 ને ઉભી રાખી તેનું ચેકીંગ કરતાં તેમાં ઘઉં ના લોટ ના કટ્ટા ની આડમાં 320 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં કુલ 14,784 દારૂની સીલબંધ બોટલો કિંમત રૂપિયા 14,89,200 ની અને ઘઉંના કટ્ટા નંગ 135 કિંમત રૂપિયા 67,500, તાળપત્રી કિંમત રૂ.2000, સેમસંગ મોબાઇલ કિંમત રૂ.500, ઝડતી ની રોકડ રકમ રૂ.8750, તથા આયશર કિંમત રૂ.9.50 લાખ મળી કુલ 25,17,950/- ના મુદ્દામાલ સાથે બે જણાની અટકાયત કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.