ઊંઝા : સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે આ સામાજિક સંસ્થાએ કોરોના સામે રક્ષણ મળે તે માટે કરી મહત્વની કામગીરી, જાણો અને લાભ મેળવો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક lockdown કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઊંઝા શહેરમાં પણ વેપારીઓ અને ઊંઝા એપીએમસી સાથે યોજાયેલી મીટીંગ બાદ ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં સ્વૈચ્છિક lockdown કરવાનો ગઈકાલે નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને આજે 10 એપ્રિલ અને 11 એપ્રિલ એમ બે દિવસ ઊંઝા ના તમામ બજારો અને apmc બંધ રાખવામાં આવેલ છે.
ત્યારે લોકોને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઊંઝા આયુર્વેદિક હોસ્પિટલ અને આરકે ફાઉન્ડેશનના ઉપક્રમે એનર્જીટીક ટેબ્લેટનું વિતરણ ધારાસભ્ય ડો. આશાબેન પટેલના માર્ગદર્શ હેઠળ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આયુષ વિભાગ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને આર. કે. ફાઉન્ડેશન ઊંઝાના સંયુક્ત ઉપક્રમે અંદાજે ૨૫૦૦૦ પેકેટ (એક પેકેટમાં ૨૮ નંગ) ' સંશમની વટી ' ગોળીનું ઘારાસભ્ય ડો. આશાબેન પટેલના માર્ગદશન સાથે ઊંઝા શહેરના જુદા-જુદા વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરીને વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડો. પિયુષભાઈ પટેલ અને સામાજીક કાર્યકર હિતેષ પટેલ (HH) તથા સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.