ઊંઝા : કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ મહિલા ધારાસભ્યએ નગરજનોને કહી દીધી મોટી વાત, જાણો શુ ન કરવા કરી અપીલ ?

ઊંઝા : કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ મહિલા ધારાસભ્યએ નગરજનોને કહી દીધી મોટી વાત, જાણો શુ ન કરવા કરી અપીલ ?

ઊંઝામાં એપીએમસી અને વેપારીઓએ આપ્યું છે સ્વયંભૂ lockdown

ધારાસભ્યએ નગરજનોને આપી ખાતરી કે મારાથી શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા હું હંમેશા તત્પર રહીશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : કોરોનાની મહામારી ને લીધે હાલમાં સમગ્ર રાજ્યમાં કપરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા કપરા સંજોગોમાં કોઈ પણ બાબતમાં રાજનીતિ કરવાને બદલે માત્ર અને માત્ર ખભે ખભો મિલાવીને સેવાના કાર્યમાં જોડાઈ જવું એ જ સમયની માંગ છે.કોરોના ની કપરી સ્થિતિમાં એકબીજા ઉપર દોષારોપણ કરવું એ યોગ્ય નથી ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા ધારાસભ્ય ડો. આશાબેન પટેલે નગરજનોને એક મહત્વનું નિવેદન કર્યું છે જે ખરેખર દરેક વ્યક્તિને વિચારતા કરી મૂકે તેવું છે.

ડો. આશાબેન પટેલે નમ્ર નિવેદનમાં જણાવ્યું છે કે આવા કોરોનાના કપરા સમયમાં પક્ષાપક્ષી કે રાજનીતિ કર્યા વગર સૌ રાજકીય પક્ષો, સંગઠનો, સેવાકીય સંસ્થાઓ, આગેવાનો અને સેવાકીય ગ્રુપો એ સૌ સાથે મળીને બનતી સેવાકીય પ્રવૃતિઓ કરવી જોઈએ. કોરોના વોરિયર્સને હંમેશા મદદરૂપ બની તેમને બિરદાવીએ.

વધુમાં તેમણે જણાવ્યું છે કે આવા કપરા સમયમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને શક્ય હોય એટલું લોકોને ઉપયોગી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. માસ્ક પહેરીએ અને સરકાર ની ગાઈડલાઈન મુજબ વયમર્યાદા ધરાવતા લોકોનું રસીકરણ કરાવીએ એ જરૂરી છે. ડો.આશાબેને પોતાના વિસ્તારના લોકોને ખાત્રી આપતાં જણાવ્યું છે કે, આ કોરોનાની મહામારી માંથી મારાથી બનતી તમામ સેવા માટે હું હંમેશા તૈયાર છું. આપ કોઈપણ સેવાકીય કામ માટે મને અથવા મારા અંગત મદદનીશનો સંપર્ક કરી શકો છો. આ મહામારી માંથી ઝડપથી બહાર આવીએ જ મા ઉમિયાને પ્રાર્થના.