ઊંઝા તાલુકાના ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા નવતર પ્રયોગ : ' સરપંચો સાથે સીધો સંવાદ'
ઊંઝા તાલુકાના ગ્રામજનોના પ્રશ્નો ના નિરાકરણ માટે સરપંચો સાથે સીધો સંવાદ કાર્યકમ યોજાયો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગ્રામ જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રામજનોના પ્રશ્નો ના નિરાકરણ માટે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી ડો.રાજેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ 'સરપંચો સાથે સીધો સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરપંચો દ્રારા ગ્રામજનોના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરાતા વિવિધ પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવાની ખાત્રી અપાઇ હતી.
મહેસાણા જિલ્લામાં સહુ પ્રથમ વાર ઊંઝા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગ્રામ જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રામજનો ના પ્રશ્નો ના નિરાકણ માટે સરપંચો સાથે સીધો સંવાદ કાર્યકમ યોજાયો હતો. જેમાં સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ ગામના છેવાડા ના વ્યક્તિ સુધી પહોંચે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુથી યોજાયેલ મીટીંગમાં સરપંચો એ વિવિધ રજૂઆતો કરી હતી જેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો હતો. ઊંઝા તાલુકા પંચાયત ખાતે આજથી શરૂ થયેલ સરપંચો સાથે સીધો સંવાદ અંતર્ગત આજે કુલ 35 ગ્રામ પંચાયત પૈકી 17 ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે આગામી 7 જાન્યુઆરી એ યોજનાર કાર્યકમમાં બાકી રહેલા ગ્રામ પંચાયત ના સરપંચો ભાગ લેશે આ કાર્યક્રમમાં ઊંઝાનાં સક્રિય ધારાસભ્ય ડો આશાબેન પટેલ ,ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઇ પટેલ ,ઊંઝા તાલુકા વિકાસ અધિકારી ડો રાજેશભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત ના કર્મચારીઓ અને સરપંચો તેમજ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.