ક્રાઈમ / બંધ ફ્લેટમાં બર્થડે પાર્ટી : યુવક યુવતીઓ દારૂની બોટલો સાથે મહેફિલ માણી રહ્યાં હતાં અને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?

ક્રાઈમ / બંધ ફ્લેટમાં બર્થડે પાર્ટી : યુવક યુવતીઓ દારૂની બોટલો સાથે મહેફિલ માણી રહ્યાં હતાં અને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વલસાડ :  આજકાલ બર્થ ડે સેલિબ્રેશન એક ફેશન બની ગયુ છે અને એમાંય ખાસ કરીને બર્થ ડે સેલિબ્રેશન નિમિત્તે યોજાતા થી પાર્ટીઓમાં કેટલીકવાર યુવક અને યુવતીઓ સાથે મળીને દારૂની મહેફિલ માણતા હોવાના અનેક કિસ્સા અવારનવાર જોવા અને સાંભળવા મળે છે ત્યારે વલસાડમાંથી વધુ એક બર્થ-ડે પાર્ટી દરમિયાન મહિલાઓ અને પુરુષો સાથે મળીને દારૂની મહેફિલ માણી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના તીથલ રોડ પર આવેલા સૂકૃતી એપાર્ટમેન્ટમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો ખોલીને અંદર ઘુસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે  ફ્લેટ બંધ કરી અને અંદર યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આથી પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓને પણ ઝડપી લીધા હતા. અને તમામની  ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી રૂપિયા ત્રણ લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.