સુરત સાડી વોકેથોનમાં 15,000 મહિલાઓએ કર્યું રજીસ્ટ્રેશન : પાર્કિંગ માટેની શું છે વ્યવસ્થા ? જાણો

સુરત સાડી વોકેથોનમાં 15,000 મહિલાઓએ કર્યું રજીસ્ટ્રેશન : પાર્કિંગ માટેની શું છે વ્યવસ્થા ? જાણો

15,000 મહિલાઓએ કરી દીધું રજીસ્ટ્રેશન

વોકેથોન માં આશરે 25,000 જેટલી મહિલાઓ જોડાઈ શકે છે

દેશમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા સાડી વોકેથોનનું થઈ રહ્યું છે આયોજન 

20 જેટલી ફોરેન મહિલાઓ સાડી ડ્રેસ કોડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

સાડી વોકેથનમાં મીની ભારતની ઝાંખી થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા સમગ્ર દેશમાં પ્રથમવાર રવિવારે સવારે યોજાનારા સાડી વોકથોનમાં અત્યાર સુધીમાં પંદર હજાર કરતા વધારે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે. સાડી વોકથોનમાં રજીસ્ટ્રેશન કર્યા વગર જ હજારો મહિલાઓ ઉમટી પડે તેવી શકયતાઓને ધ્યાને લઇ પાલિકાએ સાડી વોકથોનના સ્થળની આસપાસ વીસ જગ્યાએ વીસ સ્થળે ચાર હજાર ટુ વ્હીલર ગાડી પાર્ક કરી શકાશે.

સમગ્ર દેશમાં પહેલી વખત મહિલાઓ માટે સાડી વોકથોનનું આયોજન કરવામા આવ્યુ છે. સુરત મનપાની આ અનોખી પહેલમાં શહેરની હજારો મહિલાઓ સ્વયંભુ જોડાઇ રહી છે. મહિલાઓની સાથે શહેરની સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ, મહિલાઓ સાથે સંકળાએલા સંખ્યાબંધ ગૃપ, વિવિધ સ્પોર્ટસ એસોસીએશન, શાળા કોલેજ અને યુનીવર્સિટી સાથે સંકળાએલીહિ મહીલાઓ સાડી વોકથોનમાં જોડાવા જઇ રહી છે. સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાડી વોકથોન માટે અત્યાર સુધીમાં પંદર હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઇ ગયુ છે. સાડી વોકથોન રવિવારે સવારે સાડા છ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરુ થશે.

વોકેથોનમાં ભાગ લેનાર મહિલાઓ કયાં પાકિગ કરી શકશે ? ?

ઉમરા પાર્ટી પ્લોટ, લુડઝ કોન્વેન્ટ સ્કુલ, મરઘા ઉછેર કેન્દ્ર, સુરત સિચાઇ વિભાગ, અઠવા ચોપાટી પે એન્ડ પાર્ક, જીલ્લા સેવાસદન કેમ્પસ, અઠવા ઝોન ઓફિસ કેમ્પસ, અઠવા ઝોન ઓફિસ સામે પાલિકા સ્કુલ પરિસર, સરદાર બ્રીજની નીચે, અઠવા ગેટ થી કલાસીક રેસ્ટોરન્ટ, સર્કિટ હાઉસ રોડ, કામનાથ મહાદેવ મંદિર પાસે, કેબલ બ્રીજ નીચે, ઇન્ડોર સ્ટેડીયમ નજીક, જોગર્સ પાર્ક થી સાયન્સ સેન્ટર, મીશન હોસ્પીટલ થી અઠવા ઝોન ઓફિસ રોડ, સરગમ શોપીંગ થી એસવીએનઆઇટી, પાર્લે પોઇન્ટ ફલાય ઓવર બ્રીજ નીચે, જોગર્સ પાર્ક થી ઇશ્વર ફાર્મ જંકશન.