'સુરત સાડી વોકેથોન' દ્વારા સર્જાશે નવો ઇતિહાસ : મહિલાઓએ કરેલ રજીસ્ટ્રેશન નો આંકડો જાણી ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતની ધરતી ઉપર દેશનો સૌથી મોટો 'સાડી વોકેથોન ' કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જેમાં સુરતમાં વસતી વિવિધ રાજ્યની મહિલાઓ પોતાના રાજ્યના પહેરવેશ ની આગવી સ્ટાઇલમાં સાડી પહેરીને આ વોકેથોન માં ભાગ લેશે. જુદા જુદા રાજ્યોની સાડી પહેરવાની આગવી સ્ટાઇલ જોવા મળશે ત્યારે સુરતની મહિલાઓમાં સાડી વોકેથોનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે 5 એપ્રિલ સુધીમાં 'સાડી વોકેથોન' માટે 12 હજાર કરતાં વધારે મહિલાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમ 9 એપ્રિલ 2023 ને સવારે 6:30 કલાકે યોજાવવાનો છે ત્યારે આ રજીસ્ટ્રેશન નો આંકડો ઘણો મોટો થઈ શકે છે.કદાચ સુરતની ધરતી પર સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા એક નવો ઇતિહાસ રચાય તો કાંઈ નવાઈ નહીં.
જોકે આ કાર્યક્રમ મહિલાઓની ફિટનેસ ઉપરાંત સુરતની ધરતી પર એક 'મીની ભારત ' ની પરિકલ્પનાને સાકાર કરશે.તદ ઉપરાંત સુરતમાં 9 એપ્રિલે ' મહિલા સંગઠન, મહિલા શક્તિ અને મહિલા સશક્તિકરણનો ત્રિવેણી સંગમ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
suratmunicipal.gov.in