સરકાર હવે જાગો ! લ્યો સુરત બાદ હવે મહેસાણામાં પણ જીવતા જળ બોમ્બ ? ઓવરહેડ ટાંકીમાં તિરાડો ?

સરકાર હવે જાગો ! લ્યો સુરત બાદ હવે મહેસાણામાં  પણ જીવતા જળ બોમ્બ ? ઓવરહેડ ટાંકીમાં તિરાડો ?

મહેસાણા માં પણ સુરત વાળી થશે કે કેમ ?

ધારાસભ્ય મુકેશ પટેલ પણ આ બાબતે ગંભીર

મહેસાણામાં આવી કેટલી ટાંકીઓ ના કોન્ટ્રાક જયંતી સુપર કંપની ને મળેલ છે ? ચર્ચાતો સવાલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( દિખા સો લિખા ) : તાજેતરમાં સુરત જિલ્લામાં  જયંતી સુપર કંપની દ્વારા 21 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ઓવરહેડ ટાંકી 19 જાન્યુઆરી, 2026ના રોજ ટેસ્ટિંગ દરમ્યાન જ કડડડભૂસ થઈને તૂટી પડી હતી. આવી હલકી ગુણવત્તાવાળી ટાંકી બનાવનારી 'જયંતી સુપર' કંપની દ્વારા જ મહેસાણામાં પણ બનાવેલી બે ઓવરહેડ ટાંકીમાં તિરાડ પડવાની અને પાણી લીકેજ થતું હોવાની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે સાથે સાથે સરકાર  અને વિભાગ સામે સવાલો ખડા થયા છે.

મળતી માહિતી મુજબ,, રોહિતનગર ( કસ્બા ) માં 4 લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકી મહેસાણા શહેર પાણી પુરવઠા યોજના અમૃત 2.0, વર્ષ 2025 - 26 અંતર્ગત તૈયાર કરાઇ છે. વાયરલ વીડિયો માં એ સ્પષ્ટ દેખાય છે કે ટાંકીમાં તિરાડ ,  પાણી ઝમતું દેખાય છે. ત્યારે સવાલો સાથે આશંકાઓ એ ઉઠી છે કે ક્યાંક આ ટાંકી ની હાલત પણ સુરત જેવી તો નહીં થાય ને ? કારણ કે બંને ની કોન્ટ્રાક્ટ  કંપની તો એક જ છે ને ?  મહેસાણા માં આવી બે ટાંકી તો બની છે , હજુ બીજી કેટલી ટાંકીઓ બનવાની ? શું બધી ટાંકીઓ નો કોન્ટ્રાક આ જ કંપની ને આપેલ છે ? સરકાર અને વિભાગ  ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ક્યાં સુધી ભજવશે ?