વિશેષ અહેવાલ : ઊંઝાના નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખની અગાઉ સંગઠનમાં નબળી કામગીરી ! કોંગ્રેસ સાથેનું કનેક્શન શું છે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ નું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.ભાજપના એક દિગજજ ગજાના નેતા ના જણાવ્યા મુજબ નવનિયુક્ત પ્રમુખ નટુભાઈ પટેલ અગાઉ 2013 થી 2015 દરમિયાન ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળતા હતા ત્યારે તેઓ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હતા જેને લઇ સંગઠનમાં માત્ર તેઓ હોદ્દો જ ભોગવતા હતા.સક્રિય હતા નહિ.
વધુમાં જણાવ્યા મુજબ જ્યારે 2016 માં પાટીદાર આંદોલન દરમ્યાન નટુભાઈ નો કાર્યકાળ પૂરો થતાં પૂર્વ પ્રમુખ તરીકે તેઓ જિલ્લાની કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે હોય ત્યારે જિલ્લાની મિટિંગમાં જ્યારે તેમને આમંત્રણ આપવામાં આવતું ત્યારે તેઓ મોટેભાગે મિટિંગમાં હાજર ન રહ્યા હોવાનું ભાજપના જ નેતાએ જણાવ્યું હતું. ત્યારે સવાલ એ ઊભા થયા છે કે અગાઉ પણ સંગઠનમાં નબળી કામગીરી કરી ચૂકેલ નટુભાઈ ને ફરીથી તાલુકા પ્રમુખ બનાવવા પાછળ કોના છૂપા આશીર્વાદ કારણ ભૂત હોઈ શકે છે ?
ભાજપના અન્ય એક પીઢ નેતા ના જણાવ્યા મુજબ 2015માં તાલુકા ભાજપ પ્રમુખ નો હોદ્દો પૂર્ણ થયા બાદ નટુભાઈ સંગઠનમાં જિલ્લાના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસના ઉમેદવાર સાથે જોવા મળ્યા હતા અને 2019 માં ફરીથી ભાજપમાં જોવા મળ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે પોતાના સ્વાર્થ ખાતર પક્ષ પલટુ કાર્યકરોને ભાજપ કઈ રીતે હોદ્દાઓની લ્હાણી કરે છે ? કે પછી સક્રિય કાર્યકરોની બાદબાકી કરીને આવા ઉમેદવારોને હોદ્દાઓ આપીને ભાજપ સંગઠનને નબળું પાડવા માટેના પ્રયાસ તો નથી ને ? કાર્યકરોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.