ઊંઝા : ધારાસભ્યનો પત્ર આવ્યો ચર્ચામાં : વડનગર ટીડીઓ અને મામલતદારને કર્યો વિચિત્ર આદેશ !
કાર્યક્રમ ધારાસભ્યનો અને હાજર રહેવાનું સરકારી તંત્રએ...
ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું તઘલખી ફરમાન..
વડનગર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પત્ર લખી પોતાના પ્રવાસ કાર્યક્રમમાં સ્ટાફ સાથે ફરજીયાત હાજર રહેવા આદેશ આપ્યો...
ધારાસભ્યનો પ્રવાસ કાર્યક્રમ વ્યક્તિગત તો સરકારી તંત્રને ફરજિયાત આદેશ કેવી રીતે ?...
ધારાસભ્ય કે કે પટેલનો પત્ર ચર્ચાનું કારણ બન્યો...
નિષ્ક્રિય રહેવાની ફરિયાદો બાદ ધારાસભ્ય એ મોડે મોડે શરૂ કર્યો છે મતવિસ્તારનો પ્રવાસ...
મત વિસ્તારના પ્રવાસમાં સરકારી અધિકારીઓને ફરજિયાત હાજર રહેવાનો આદેશ ચર્ચાનો વિષય બન્યો...
માત્ર સરકારી કાર્યક્રમમાં જ સરકારી અધિકારી અને કર્મચારીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ કરી શકાય.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા વિધાનસભાના અત્યાર સુધી નિષ્ક્રિય રહેલ ધારાસભ્ય કે કે પટેલે રહી રહી ને પોતાના વિધાનસભા વિસ્તારનો પ્રવાસ શરૂ કર્યો છે.ત્યારે વડનગરના પ્રવાસ દરમ્યાન વડનગર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને પત્ર લખી ફરજિયાત હાજર રહેવાનું ફરમાન કરતાં નવો વિવાદ જાગ્યો છે.
ઊંઝાના ધારાસભ્ય અવારનવાર પોતાની અણઆવડતને કારણે તેમજ અજ્ઞાનતા ધરાવતા સલાહકારોને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે ધારાસભ્યનો વડનગર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લખેલો એક પત્ર વધુ ચર્ચામાં આવ્યો છે. પોતાના મતવિસ્તાર ના વિકાસલક્ષી કાર્યો બાબતે નિષ્ક્રિય રહેલા ધારાસભ્ય રહી રહીને જાગ્યા છે. ત્યારે તેમને ગામડાઓનો પ્રવાસ શરૂ કર્યો છે. જેમાં વડનગર તાલુકાના ગામડાઓના પ્રવાસ દરમિયાન વડનગર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને ફરજિયાત હાજર રહેવાનો પત્ર લખીને આદેશ કરતા તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ છે.
સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્ય પોતાના રાજકીય પ્રવાસમાં સરકારી તંત્રને હાજર રહેવાનો આદેશ કરી શકે નહીં કારણકે કચેરીમાં પોતાના કામકાજ માટે આવતા અન્ય લોકોનું કામ અટવાઈ શકે છે.બીજી બાજુ 11 મી જાન્યુઆરીના રોજ વડનગરમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન થનાર છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કાર્યક્રમની તૈયારી ને લઈ વ્યસ્ત હોવાથી ધારાસભ્યને આ પ્રવાસમાં હાજર રહેશે કે નહીં તે પણ જોવું રહ્યું !