સાગરના ફોનની રીંગ વાગી અને સામેથી અવાજ આવ્યો, " કોંગ્રેચ્યુલેશન પ્રોફેસર સાહેબ " જાણો પછી શુ થયું ?

વફા - એક પ્રેમ કહાની ( ભાગ - 6 )

સાગરના ફોનની રીંગ વાગી અને સામેથી અવાજ આવ્યો, " કોંગ્રેચ્યુલેશન પ્રોફેસર સાહેબ "  જાણો પછી શુ થયું ?
ફોટો કાલ્પનિક છે (સ્ત્રોત google)
(Episode - 6 ) : અંગ્રેજી લિટરેચર ભણેલો સાગર એકદમ ફ્રી માઇન્ડનો હતો. સાગરે સ્ટોરી શરૂ કરતા પહેલા એકદમ હળવા મૂડમાં નેહા ને કહ્યું, "એક સવાલ કરી શકું છું ? " નેહાએ કહ્યું, ઓફ કોર્સ, વ્હાય નોટ ? સાગરે એકદમ ધીમેથી પૂછ્યું, " કેન યુ ટેલ મી યોર ફિયાન્સ ગુડ નેમ ?  " અને નેહાએ ધીરેથી કહ્યું, " પ્રણય "
સાગર એ કહ્યું, " સો સ્વીટ નેમ " અને પછી ધીમેથી સાગરે પ્રણય ઉપર મશહૂર ગઝલની બે પંક્તિઓ સંભળાવી,
" જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે."
નેહાના ચહેરા પર ખુશી દેખાઈ.હવે સાગર સ્ટોરી કહેવાની શરૂઆત કરવા જઈ રહ્યો હતો ત્યાં જ તેના ફોન ની રીંગ વાગી.સાગરે ફોન ની સ્ક્રીન પર જોયું તો લેન્ડલાઈન પરથી જાણીતો નંબર હતો.સાગરે ફોન રિસીવ કર્યો.સામેથી અવાજ આવ્યો, " કોંગ્રેચ્યુલેશન પ્રોફેસર સાહેબ." જો કે સ્પીકર નો વોલ્યુમ વધારે હોવાથી નેહા,મીરલ,બંસરી અને સંજનાએ પણ સાંભળ્યું કે અવાજ કોઈ છોકરીનો હતો.અને તરત જ સાગરે સામે બેઠેલ ચારેય ને 'એક્સ્ક્યુઝમી ' કહી ત્યાંથી ઉભો થઇ વાત કરવા બહાર ગયો.લગભગ 10 મિનિટ સુધી સાગર ફોન પર વાત કરતો રહ્યો.
આ બાજુ બંસરી એ નેહા ને પૂછ્યું, " કોનો ફોન હશે ? "  નેહાએ કહ્યું જેટલું તમે જાણો એટલું જ હું જાણું છું. સર આવે ત્યારે પૂછી લઈએ " ફોન પૂરો કરી સાગર પાછો આવ્યો ત્યારે એના ચહેરા પર મુસ્કાન હતી.જાણે સાગર મન માં મલકાઈ રહ્યો હોય ! તરત જ મીરલે પૂછ્યું, " સર કોનો કોલ હતો.? " સાગરે હસતા હસતા કહ્યું, " કાંઈ નહી, ગામડે થી ફોન હતો."  અને તરત જ મૌન તોડી ને સંજના બોલી, " સર સોરી, બટ ચહેરા પરની ખુશી એ વાતની પ્રતીતિ કરાવે છે કે કોઈ ખાસ વ્યક્તિ નો કોલ હશે.એમ આઈ રાઈટ ? " અને સાગર સંજના સામે બે ઘડી જોઈ જ રહ્યો પછી કહ્યું, " ગુડ ઓબીઝર્વેશન. લેટ્સ સ્ટાર્ટ સ્ટોરી." અને બંસરી તરત જ એના મજાકિયા સ્વભાવમાં બોલી " ના બસ હવે તો આ ફોન વાળી જ સ્ટોરી સાંભળવામાં અમને રસ છે.સર પ્લીઝ ટેલ અસ."
સાગરે કહ્યું, " વાત એમ છે કે, કોલ જુહી નો હતો. " તરત જ  સંજના બોલી, " જુહી કોણ ? " સાગરે શાયરી અંદાજમાં કહ્યું, " હમેં તો અપનો ને લૂંટા, ગૈરો મે કહા દમ થા, મેરી તો કિસ્તી થી ડૂબી વહાં, જહાં પાની હી કમ થા." સંજનાએ કહ્યું, " આપ પ્રોફેસર છો કે શાયર ? આમ શાયરીઓ જ સંભળાવતા રહેશો કે પછી આગળ કાંઈક કહેશો ? " અને સંજના ના ચહેરા ના બદલાયેલા ભાવ જોઇ સાગરે કહ્યું, " કોલ શાયરી સાંભળવાનો શોખ રાખનાર વ્યક્તિ નો હતો એટલે મેં શાયરી અંદાજ અપનાવ્યો. જસ્ટ વાત એમ છે કે મારી શેરી માં એક જુહી છે જેના મેરેજ ઓલરેડી થઈ ચૂક્યા છે.એ આજે સાસરેથી એના ઘરે આવી હતી.તો એના મમ્મીએ એને મારી વાત કરી હશે.એટલે એણે મને શુભેચ્છા પાઠવવા ફોન કર્યો હતો.પછી બસ ભૂતકાળની થોડી વાતો કરી." સાગરની વાત સાંભળીને સંજના ના ચહેરા ઉપર હાસ્ય રેલાયું. કદાચ એવું લાગતું હતું કે સંજના ને સાગરની આ વાત ગળે ઉતરી ન હતી. એકાએક નેહા ની નજર ઘડિયાળ સામે જઇ. જોયું તો 6:00 વાગી ગયા હતા.નેહાએ કહ્યું, " હવે સ્ટોરી પછી સાંભળીશું.રસોઈ બનાવવાનો સમય થયો છે.આજે આપણે જાતે રસોઈ બનાવીએ." મીરલ તરત જ બોલી, " હા ચાલો, દાળ ઢોકળી બનાવીએ." સાગરે કહ્યું, " ઓહ ! ઇટ્સ માય ફેવરીટ " બંસરી એ કહ્યું મીરલ ને સારી આવડે છે.અને પછી મીરલ અને નેહા રસોડા માં ગયાં. બંસરી અને સંજના હજુ સાગર પાસે બેસી રહ્યાં.રસોડા માંથી થોડી વાર બાદ મીરલે બૂમ પાડી અને સંજના તેમજ બંસરી પણ રસોડા માં ગયાં. સાગર એની બેગ માંથી બુક કાઢી વાંચવા લાગ્યો.
થોડી વાર બાદ પ્રિન્સિપાલ પાઠક સર ની ગાડીનો હોર્ન સંભળાયો.સાગર ઉભો થઇ બહાર આવ્યો અને પછી પાઠક સર અને સાગર બગીચામાં હિંચકા પર બેઠા.થોડી ઔપચારિક વાતો બાદ પાઠક સરે કહ્યું, " માય બોય, ગામડા ની લાઈફ સ્ટાઇલ ના સંદર્ભમાં શહેરની લાઈફ સ્ટાઇલ થોડી વધારે ફેશનેબલ હોય છે.અહીં લોકો માણસની કિંમત એના સ્વભાવ થી પછી પહેલા એના પોશાક થી કરે છે.એટલે તારે થોડી લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવી પડશે.ડ્રેસ કોડ પણ થોડો ચેન્જ કરવો પડશે.બીજું કે આવતી કાલથી મારે બે દિવસ માટે એક નેશનલ કોન્ફરન્સમાં જવાનું છે. એટલે આ બે દિવસ નેહા નું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે. " સાગરે કહ્યું, "ડોન્ટ વરી, સર. આઈ વિલ પર્ફોમ માય રિસ્પોન્સિબિલિટી.એમ પણ મારે કોઈ બહેન નથી. નેહા મારી નાની બહેન સમાન છે." અને ત્યાં નેહાએ જમવા માટે બૂમ પાડી. પછી સાગર અને પાઠક સર બંને ડાયનિંગ ટેબલ પર જઈને બેઠા. પાઠક સરે નેહા અને તેની બહેનપણીઓને પણ સાથે જમવા માટે બેસવા કહ્યું. એટલે સૌ સાથે જમવા માટે ગોઠવાઈ ગયાં. અલક મલકની વાતો કરતા કરતા ભોજન પૂરું થયું.લગભગ રાત્રીના નવ વાગી ગયા.
પછી સરે નેહાને તેની બહેનપણીઓ ને ઘરે ડ્રોપ કરી આવવા માટે જણાવ્યું. જોકે તમામ બહેનપણીઓ નેહાના બંગલાથી બિલકુલ નજીકમાં જ રહેતી હતી એટલે તેમણે વોકિંગ કરતા કરતા જવાનું કહ્યું.પછી બંસરી, મીરલ અને સંજનાએ વિદાય લીધી.નેહા તેમને મુકવા માટે ગઈ.પાઠક સરે સાગરને કહ્યું, " મુસાફરીનો થાક છે, એટલે જાઓ ગેસ્ટ રૂમમાં જઈ અને સુઈ જાવ. સવારે વહેલા ઉઠી જજો.આપણે સાથે કોલેજ જઈશુ." અને સાગર પાઠક સર ને શુભ રાત્રી પાઠવી ગેસ્ટ રૂમમાં સૂવા માટે ગયો. એટલામાં નેહા તેની બહેનપણીઓને મૂકીને પરત આવી.પાઠક સરે નેહાને કહ્યું કે સર ને સવારે કદાચ ઊઠવામાં મોડું થાય તો એમને ઉઠાડજે.નેહાએ કહ્યું ઓકે પાપા. પછી નેહા પણ તેના રૂમમાં સૂવા માટે ગઈ.