(ભાગ : 13 ) : બીજા દિવસે સવારે સાગર કોલેજ ગયો. બપોરે કોલેજથી પરત ફર્યો ત્યારે જમતી વખતે પાઠક સરે સાગરને કહ્યું કે, " હવે ટૂંક સમયમાં આપણે નેહા ના લગ્ન લેવાના છે. તો હું આજે એના લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે જાઉં છું અને આવતીકાલે કદાચ ખરીદી માટે હું અને નેહા બોમ્બે જઈશું.બોમ્બે એના માસી રહે છે તો એ લોકોએ ખરીદી માટે ખાસ આમંત્રણ આપ્યું હતું.સાગરે કહ્યું, " ડોન્ટ વરી, સર. નેહા ના લગ્નમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહેવી જોઈએ. બાય ધ વે, નેહાના બિગ બ્રધર અને ' પ્રણય ' ક્યારે ઇન્ડિયા આવશે સર ? " પાઠક સરે કહ્યું કે, " મુહૂર્ત કઢાવીને આપણે તેમને જાણ કરવાની છે, એટલે આજે હું સાંજના મુહૂર્ત કઢાવવા માટે જાઉં છું. પછી સાંજે બેસીને આપણે ચર્ચા કરીશું." ત્યારબાદ પાઠક સરે નેહાને બોલાવી કહ્યું, " જો આજે તારી ફ્રેન્ડ્સ જોડે બેસી તારે જરૂરી એક્સ્ટ્રા શોપિંગ નું લિસ્ટ બનાવી દે જે.આવતી કાલે સવારની ટ્રેનમાં બોમ્બે જવાનું છે." નેહાએ કહ્યું, " ઓકે પાપા." પછી પાઠક સર સાંજના સમયે બ્રાહ્મણ પાસે લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે ગયા.નેહાએ તેની ફ્રેન્ડ્સ ને બોલાવી લિસ્ટ તૈયાર કરી દીધું હતું.
-----------------
સાંજે ભોજન લીધા બાદ પાઠક સરે સાગરને કહ્યું, " જો માય બોય, મુહૂર્ત આવી ગયું છે.હવે આપણી પાસે પંદર દિવસ છે. આવતી કાલે સવારે હું અને નેહા બોમ્બે જઈએ છીએ.પાર્ટી પ્લોટ હું બુક કરાવી દઈશ.અમે લગભગ 3-4 દિવસમાં રિટર્ન આવી જઈશું.જો કોઈ નાનું મોટું કામ હોય તો હું તને કોલ કરી જણાવીશ." સાગરે કહ્યું, " ઓકે સર.બિગ બ્રધર અને પ્રણય ને એ લોકોને જાણ કરવી પડશે ને ? " પાઠક સરે કહ્યું, " હા અમે બોમ્બે જઈ જાણ કરી દઈશું." સાગરે કહ્યું, " સર,જુઓ હવે તમે ટેનશન ના લેતા.કાંઈ પણ કામ હોય તો મને કહેજો.એમ પણ નેહા મારી સૌથી લાડકી બહેન છે.એટલે એના લગ્નમાં કોઈ કચાશ ન જ રહેવી જોઈએ."એટલામાં રૂમ માંથી નેહા બહાર આવી અને બોલી, " પપ્પા,મેં પેકીંગ કરી લીધું છે.બધું રેડી છે." પાઠક સરે કહ્યું, " ઓકે, બેટા, સાગર જા હવે તું પણ સૂઈ જા." અને સાગર સૂવા માટે ગયો.
------------------
વહેલી સવારે પાઠક સર અને નેહા બોમ્બે ગયાં. સાગર કોલેજ ગયો. બરાબર સાગર કોલેજથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સંજના નો ફોન આવ્યો. તેણે ફોનમાં જણાવ્યું કે અમે સાંજના આવવાના છીએ. સાગર ઘરે જઈ જમીને પોતાના રૂમમાં જઈ સુઈ ગયો.લગભગ 4 વાગે મીરલ અને સંજના બંગલે પહોંચી ગયાં. સાગર સૂતેલો હતો એટલે સંજનાએ મીરલ ને કહ્યુ, " હું ચા બનાવી દઉં, તું સર ને નીંદ માંથી જગાડ." મીરલ સાગરના રૂમમાં ગઈ.સાગર પાસે જઈ ધીમેથી તેના માથામાં હાથ ફેરવ્યો. તરત જ સાગર ચમકી ને જાગી ગયો.સાગરે કહ્યું, " ઓહો તમે લોકો આવી ગયા." મીરલે કહ્યું, " હા, કેમ તમને ના ગમ્યું ? " સાગરે કહ્યું, " ના હવે જસ્ટ એમ જ પૂછ્યું." અને મીરલ સાગર માટે પાણી લઈ આવી પછી તેની બાજુમાં જઈ બેસી ગઈ.
--------------------
એટલામાં સંજના ચા લઈ આવી.સંજનાએ બારણાં પાસે ઉભા રહી પૂછ્યું, " અંદર આવી શકું ? " સાગરે કહ્યું, " કેમ એમાં વળી કંઈ પૂછવાનું હોય ? " સંજના બોલી, " ના આતો તમારી અને મીરલની કોઈ પર્સનલ વાત ચાલતી હોય તો..." અને મીરલ તરત જ બોલી, " જાને હવે, સર ને એમ પણ અમારી વાતોમાં થોડો ઇન્ટરેસ્ટ પડે.એમને તો તારી ફિલોસોફી જ ગમે." અને સાગરે મૌન તોડતા કહ્યું, " બસ હવે સંજના ઝડપથી ચા આપ નહીં તો ઠંડી થઈ જશે પછી પીવાની મજા નહીં આવે.અને હા, મીરલ માટે પણ એક કપ લાવ, ત્રણેય સાથે મળી ચા ની ચુસ્કી લઈએ." મીરલે તરત જ ના પાડી દીધી. સાગરે કહ્યું " ના જો આજે તું ના પીવે તો મારે પણ નથી પીવી." મીરલે કહ્યું, " એક કામ કરો, તમારા કપ માંથી અડધી અડધી પી લઈએ બસ." અને મીરલે સાગરના કપ માંથી ચા ની બે-ત્રણ ચુસ્કી મારી લીધી.પછી સાગરને કહ્યું, " બસ , લો હવે પી લો.સોરી પણ મારો જૂઠો કપ તમેં હવે કેમ પીશો." તરત જ સાગર કપ માં રહેલી ચા સડસડાટ પી ગયો. મીરલ જોઈ જ રહી.પછી ખાલી કપ લઈ રસોડામાં ગઈ.
-------------------
સંજનાએ કહ્યું, " જુઓ, આજે બંસરીના ઘરે જમવાનું પ્લાનિંગ છે.એના પેરેન્ટ્સ ગામડે ગયેલ છે તો એના ઘરે આજે આપે આવવાનું છે.આવશો ને ? " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, આપ બુલાયે ઓર હમ ના આયે, યે હો નહિ શકતા.એમ પણ હવે હું રહ્યો સરનામા વિનાનો મુસાફિર.જયાં આમંત્રણ મળે ત્યાં ચાલ્યા જવાનું." સંજનાએ કહ્યું, " આજે તમારા શબ્દોમાં થોડી નિરાશા હોય એમ કેમ લાગે છે ? " સાગરે કહ્યું, કઈ નહિ, સંજુ.આતો જસ્ટ મજાક કરું છું." સંજનાએ ગંભીર બનીને કહ્યું, " કેટલાક લોકો મજાકમાં પણ મનની વ્યથા ઠાલવી દે તા હોય છે.ખેર જાવા દો. ચાલો હવે તૈયાર થઈ જાવો.થોડીવાર માં આપણે નીકળીએ."
---------------------
થોડીકવાર બાદ સાગર, સંજના અને મિરલ ત્રણેય બંસરીના ઘરે જવા માટે નીકળ્યા.બંસરીના ઘરે જમીને સાગર લગભગ 9.00 વાગ્યે પરત ફર્યો. સાગર સુવા માટેની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એકાએક તેના ફોનની ઘંટડી વાગી. જોયુ તો સંજના નો કોલ હતો. સાગર એ ફોન રિસીવ કર્યો.સંજનાએ કહ્યું, " આજે તમારા ચહેરા પર ઉદાસી હતી.મૂડલેસ હતા.શુ કારણ હતું ? કોઈ પ્રોબ્લેમ ? " સાગરે કહ્યું, " ના હવે,પણ સર અને નેહા બોમ્બે ગયાં છે તો ઘરમાં સાવ સૂનું સૂનું લાગે છે.એટલે થોડી ઉદાસીનતા હતી." સંજનાએ કહ્યું, ઓહો વાત એમ છે ! થોડા સમય બાદ નેહા લગ્ન કરી જતી રહેશે.ત્યારબાદ પાઠક સર પણ વિદેશ તેમના દીકરા પાસે જતા રહેશે.પછી શું કરશો ? " સાગરે કહ્યું, " પછી એકવાર ફરીથી એકલા રહેવાની આદત પાડી દેવી પડશે." સંજનાએ કહ્યું, " કેમ અમે લોકો તો છીએ ને ? કે પછી સંજના અને સર ના વિદેશ ગયા બાદ અમને પણ ભૂલી જશો ? " સાગરે કહ્યું, " સંજુ, એવું નથી.પણ સમયાંતરે તમે લોકો પણ મેરેજ કરી તમારી દુનિયામાં વ્યસ્ત થઈ જશો.જો એમ પણ સારા લોકો જીવનમાં કાયમ રહેતા નથી.અલ્પ સમય માટે આવે છે ને પછી જીવનભર ની યાદો છોડી જાય છે." સંજુ એની આગવી છટા માં બોલી, " જાઓ ને હવે, બસ વિચારવાનું બંધ કરી સૂઈ જાઓ હવે.ગુડ નાઈટ."...
વાંચતા રહો.....