" ઘણીવાર વ્યક્તિ શબ્દોને સ્પર્શી શકતી નથી,પણ શબ્દો વ્યક્તિને ચોક્કસથી સ્પર્શી જાય છે."

" ઘણીવાર વ્યક્તિ શબ્દોને સ્પર્શી શકતી નથી,પણ શબ્દો વ્યક્તિને ચોક્કસથી સ્પર્શી જાય છે."

(ભાગ - 14) : સાગર વહેલી સવારે બીજા દિવસે કોલેજ જવા માટે નીકળ્યો. રસ્તામાં નેહા નો ફોન આવ્યો અને તેણે ફોનમાં જણાવ્યું કે તેઓ સાંજના પાંચ વાગ્યા આસપાસ આવી જશે. બીગ બ્રધર પણ એમની સાથે જ આવી રહ્યા છે અને પ્રણયનું ફેમિલી પણ આવી ગયું છે. કોલેજ થી સાગર બપોરે ઘરે પરત આવી સોફા પર બેઠો ત્યાંજ થોડીવારમાં મીરલ આવી.મિરલને એકલી જોઈ સાગરે પૂછ્યું, " કેમ એકલી ? બંસરી અને સંજના? મિરલે કહ્યું "એ લોકો સાંજના આવશે." અને મીરલે ટીફીન બોક્સ ખોલી સાગરને તેના હાથે બનાવેલી દાળઢોકળી પીરસી.જમતી વખતે મિરલે સાગરને કહ્યું, " મારે આજે મંદિરે પ્રસાદ નો ભોગ ધરાવવા જવાનું છે તો તમે આવશો સાથે ? " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, એમાં વળી પૂછવાનું હોય ! ચોક્કસ થી આવીશ.

પણ એ તો કહો કે પ્રસાદમાં શું છે ? " મીરલે કહ્યું, "  સુખડી છે." સાગરે કહ્યું, " સરસ !  મને સુખડી તો ખૂબ ભાવે હો." અને સાગરે ફટાફટ ભોજન પૂરું કર્યું ત્યારબાદ રેડી થઈ બંને જણ ટુ વ્હીલર પર મંદિર તરફ જવા માટે નીકળ્યાં. મિરલ ડ્રાઈવ કરી રહી હતી જ્યારે સાગર પાછળ બેઠો હતો.બંને જણ શહેરની બહાર ખેતરોની વચ્ચે આવેલ રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં.ખેતરો જોઈ સાગરને ગામડાં ની યાદ તાજી થઈ.

થોડીવારમાં બંને જણ મંદિરે પહોંચી પ્રસાદ ચઢાવી મંદિર પાસે બેઠાં.સાગર સુખડી ખાવા ખૂબ જ અધીરો હતો.સાગરે પ્રસાદ તરીકે મનભરી સુખડી નો સ્વાદ માણ્યો.ત્યારબાદ ઘર તરફ જવા નીકળ્યાં.બંને જણ ઘરે પહોંચ્યાં ત્યારે સંજના અને બંસરી આવી ગયાં હતાં.ઘડિયાળમાં 4.00 વાગી ગયા હતા. સંજના ચા બનાવી લાવી.થોડીકવાર બાદ ચા પીતા પીતા મિરલનો હાથ વારંવાર માથા તરફ જતો જોઈ બંસરીએ પૂછ્યું, " મિરલ, શું વાત છે ?  માથું દુખે છે ? " મીરલે કહ્યું, " હા યાર "

 સાગરે કહ્યું, " બંસરી, વાત એમ છે કે મારી સાથે વાતો કરી મીરલ કંટાળી ગઇ એટલે એને માથું દુખવા લાગ્યું હશે." આટલું સાંભળતા જ મિરલનો ચહેરો ફિક્કો પડી ગયો અને આંખમાં ઝળહળીયા આવી ગયાં. મિરલ ને રડતી જોઈ સંજના સાગર તરફ જોઈ તરત જ બોલી, " મારી ફ્રેન્ડ ને તમે રડાવી દીધી." સાગરે કહ્યું, " સોરી બાબા, હું તો જસ્ટ મજાક કરતો હતો." સંજનાએ સાગરને કહ્યું, " ઘણીવાર વ્યક્તિ શબ્દોને સ્પર્શી શકતી નથી,પણ શબ્દો વ્યક્તિને ચોક્કસથી સ્પર્શી જાય છે." સાગરે કહ્યું, " સંજના તારી વાત સો ટકા સાચી છે.રિઅલી આઇ એમ સોરી " અને સાગર તરત જ ઉભો થયો. મિરલ ને કહ્યું, " સોરી મીરલ, ચાલ હું તને મારા હાથે દવા લગાવી દઉં." અને સાગર મિરલને નેહાના રૂમમાં લઇ જઈ દવા લગાવી એટલે થોડીવારમાં મિરલ સૂઈ ગઇ.

એટલામાં નેહાનો ફોન આવ્યો.ફોન બંસરીએ રિસિવ કર્યો.નેહાએ કહ્યું, " અમને લોકોને ઘરે પહોંચતાં 7 વાગી જશે."એટલે બંસરી એ કહ્યુ, " ડોન્ટ વરી, અમે જમવાનું બનાવી દઈએ છીએ. પાવભાજી હાલશે ને નેહા ? "  નેહાએ કહ્યું, " યસ,બેસ્ટ " અને ફોન મૂકી બંસરી અને સંજના બંને પાવભાજી બનાવવામાં વ્યસ્ત બની ગયાં.સાગર કાંઈ પણ બોલ્યા વિના બજાર તરફ ચાલવા લાગ્યો.સાગરના મનમાં મિરલ ને રડાવી એનો ખેદ હતો.એના માનસપટલ પર વારંવાર સંજનાનું વાક્ય અથડાતુ હતું.એને ખુદ ને ખબર નહોતી કે એ ક્યાં જઈ રહ્યો હતો.

આ બાજુ થોડી વારમાં મિરલ જાગી.એનો માથાનો દુખાવો બિલકુલ ગાયબ હતો.એ રસોડામાં ગઇ.અને બંસરીને મદદ કરવામાં જોડાઈ ગઇ.થોડીવાર બાદ સંજના બહાર ના રૂમમાં કંઇક લેવા માટે આવી.જોયું તો સાગર કયાંય દેખાયો નહિ.એટલે એણે આજુબાજુ,રૂમમાં બધે જોયું પણ સાગર કયાંય નહોતો.એટલે એણે તરત જ ફોન કર્યો.સાગરના ફોનની ઘંટડી વાગી રહી હતી પણ સાગર વિચારોમાં એટલો ડૂબી ગયો હતો કે એણે ફોન ની ઘંટડી વાગવાનો ખ્યાલ જ ના રહ્યો.બીજીવાર રીંગ વાગી એટલે સાગરે ફોન ખિસ્સા માંથી બહાર કાઢી જોયું તો સંજના નો કોલ હતો.એણે રીસિવ કર્યો.સામેથી અવાજ આવ્યો, " ક્યાં છો ? સાગરે કહ્યું, " બહાર છું " સાંજનાએ કહ્યું, " આઇ નો એવરીથીંગ.તમારા અવાજ પરથી મને બધું સમજાય છે." સાગરે કહ્યું, " ના હવે,હું આઈસ્ક્રીમ લેવા જાઉં છું.આવું થોડીવારમાં.તમે લોકો રસોઈ બનાવો." અને સાગરે ફોન ક્ટ કરી દીધો.

થોડીવારમાં સંજના સાગરની આગળ ટુ વ્હીલર લઈને આવી ઊભી રહી ગઇ.એણે સાગરની આંખો સામે જોયું.સાગરની આંખમાં આંસુના ઝળહળીયા હતાં.સંજના બધું સમજી ગઇ.સંજના એ સાગરને કહ્યું, " ચાલો બેસી જાઓ અને એ દૂર એક સૂમસામ રસ્તા તરફ લઇ ગઇ.અહી કોઈ આવતું જતું ન હતું.ધીમેથી એણે એના દુપટ્ટા વડે સાગરની આંખો સાફ કરી.સાગરે કહ્યું, " સંજુ, પહેલી વાર હું મજાક મજાકમાં શબ્દોનું મૂલ્ય ભૂલી ગયો અને મિરલને દુઃખી કરી એનું મને ભારોભાર દુઃખ છે.તે માત્ર એક જ વાક્યમાં મને સમજાવી દીધું.કાશ ! જિંદગી તારી જેવી વ્યક્તિ સાથે જ પસાર કરવાનું મારા નસીબમાં લખ્યું હોત તો ! અને સાગરે સંજનાના ખભા પર માથું મૂક્યું. સંજનાએ હળવેથી સાગરના માથામાં હાથ ફેરવ્યો. પછી ગાડીની ડિકી માંથી પાણીની બોટલ કાઢી સાગરને આપી.સાગરે ચહેરો સાફ કર્યો. પછી સ્વસ્થ થઈ બંને જણ આઈસ્ક્રીમ લઇ ઘરે પહોંચ્યાં.