" પ્રેમ તો મને થયો હતો " .....જિંદગીમાં બધું ઈચ્છા મુજબ મળતું નથી

વફા - એક પ્રેમ કહાની (ભાગ - 10)

" પ્રેમ તો મને થયો હતો " .....જિંદગીમાં બધું ઈચ્છા મુજબ મળતું નથી
પ્રતિકાત્મક તસ્વીર

(ભાગ-10) : પિતાની તબિયત એકદમ સ્ટેબલ થતાં જ  સાગર શહેર આવવા નીકળ્યો. બસમાં હતો ને સંજના નો ગુડ નાઇટનો મેસેજ આવ્યો ત્યારે સાગરે તેને રીપ્લાય માં જણાવ્યું કે તે રવિવારે સવારે શહેર આવી જશે. સાગરે આખી રાત બસમાં મુસાફરી કરવાની હતી.બસ બરાબર રાત્રે 3 વાગે એક હોટેલ પર ઉભી રહી.સાગરે ચા પીધી અને બસ  ઉપડે ત્યાં સુધી ખુલ્લા વાતાવરણમાં આંટા મારવા લાગ્યો.થોડીવાર બાદ બસ ઉપડી.હજુ થોડું અંતર કપાયું હશે ત્યાં મેસેજ ની રીંગટોન વાગી.

 ---------
સાગરે જોયું તો સંજના નો મેસેજ હતો.જેમાં પૂછ્યું હતું કે કોલ કરું ? સાગર વિચારમાં પડ્યો કે આટલી બધી વહેલા કેમ જાગી ગઈ હશે ? સાગરે જ સીધો કોલ કરી પૂછ્યું " કેમ નીંદ નથી આવતી કે શું ? પાછું કોઈ ખરાબ સ્વપ્ન તો નથી આવ્યું ને ? " સંજના બોલી, " સ્વપ્ન તો આવ્યું હતું પણ ખરાબ નહીં, પણ મન ને આનંદ આપનારું.બીજું મારે રીડ કરવું હતું તો વહેલા જાગી હતી.રીડ કરતાં કરતાં કંટાળો આવ્યો એટલે મેસેજ કર્યો." સાગરે પૂછ્યું, " શુ સ્વપ્ન આવ્યું હતું ? "  સંજનાએ કહ્યું " એ તો તમને મળો એટલે કહીશ.સવારે તમે ક્યારે પહોંચશો ? " સાગરે કહ્યું " બસ 5 વાગે પહોંચી જઈશ.બસ હવે થોડું જ અંતર છે." તરત જ સંજના બોલી, " બસ તો પછી વહેલા આવો તો રેડી થઈ મંદિરે આવો.એમ પણ નેહા ને પાઠક સર રવિવારે મોડા જાગે છે.ત્યાં સુધી આપણે મંદિર થી આવી જઈશું." સાગરે કહ્યું, " પણ હું થાકી ગયો છું ટ્રાવેલિંગ કરી.તો આરામ કરીશ.કાલે સોમવારે મંદિરે જઈશું." સંજના એ કહ્યું, " ના મારે આજે જવું છે.બસ એક પ્રશ્ન ક્યારનોય મને પજવે છે તો પૂછવો છે.રીડ કરવા બેસું ત્યારે વારંવાર બસ મનમાં એ જ ખ્યાલ આવ્યા કરે છે. તમે ઘરે આવી રેડી થાઓ એટલે મેસેજ કરો.હું સીધી બંગલા આગળ આવી જઈશ.ત્યાંથી સીધા મંદિરે જઈશું."
------------
સાગર 5 વાગે બસ સ્ટેન્ડ ઉતર્યો.રીક્ષા પકડી સીધો ઘરે પહોંચ્યો. જોયું તો નેહા અને પાઠક સર હજુ જાગ્યાં ન હતાં. સાગરે રેડી થતાં થતાં સંજનાને મેસેજ કર્યો. થોડી વારમાં સંજના આવી ગઈ.સાગરને સંજના મંદિર તરફ નીકળ્યાં. રસ્તામાં સંજનાએ એકાએક સાગરનો હાથ પકડી ચાલતાં ચાલતાં પૂછ્યું કે, " મને મનમાં વારંવાર એક સવાલ થયા કરે છે કે તમારી સાથે જ્યારથી પરિચય થયો ત્યારથી એવું લાગ્યા કરે છે કે બસ હું વર્ષો થી તમને ઓળખું છું.શુ પૂર્વે જન્મમાં આપણી વચ્ચે કોઈ સંબંધ હશે ખરા ? તમારી સાથે માત્ર ગણતરી ના સમયમાં આટલી બધી લાગણીના સંબંધો થી બંધાઈ જવા પાછળનું કારણ શું ? " મને વારંવાર આ જ સવાલ થયા કરે છે. " સાગરે પૂછ્યું " તને શું સ્વપ્ન આવ્યું હતું એ પેલા મને જણાવ " સંજના બોલી એ તો યાદ નથી પણ એટલું યાદ છે કે એ ગામડા નું દ્રશ્ય હતું.કઈક અજીબ જ હતું બધું." સાગરે કહ્યું, " રાત્રે ગુડ નાઇટનો મેસેજ કરી તરત જ સૂઈ ગઈ હતી ? " સંજના બોલી, " ના મનમાં  વિચારો ચાલતા હતા ને નીંદ આવી ગઈ " એટલામાં મંદિર આવી ગયું.સાગરે કહ્યું, " જો આ જ પ્રશ્ન ભગવાન ને પૂછી લે જે. જવાબ જરૂર મળશે." પછી બંને દર્શન કરી રિટર્ન થયાં. 
------------ 
 
સાગરે કહ્યું, " જો સંજુ, એમ પણ તારો સ્વભાવ ખૂબ લાગણીશીલ છે ને એટલે તને મનમાં આવા વિચારો આવતા હશે." સંજના બોલી, " ના એવું નથી.જુઓ આટલા દિવસ તમે ગામ ગયા ને તો મને તો મનમાં એવા જ વિચારો આવતા કે તમે પાછા નહિ આવો તો ? બસ ટૂંકમાં કહું ને તો તમને મળ્યા પછી મને એવું લાગે છે કે જાણે...." અને સંજના ની આંખો ભરાઈ આવી.સાગરે એના આંસુ લૂછી નાખ્યા પછી બોલ્યો, " સંજુ, કાંઈ પ્રેમરોગ તો નથી થયો ને ? હું માનું છું કે તું અલગ પ્રકારની જ વ્યક્તિ છે, પણ ઉંમરના પ્રભાવમાં કદાચ તને પણ આ રોગનું ઇન્ફેક્શન લાગી ગયું હોય ! "  તરત જ સંજના બોલી પ્રેમ નો વહેમ તો થોડો સમય પહેલા મને થયો હતો.પણ પછી તરત જ મોહભંગ થઈ ગયેલ.મારો આત્મા બસ એક વાત કહે છે કે ' તન ના સંબંધો તો ક્ષણ ભંગુર હોય છે, લાગણી ના સંબંધો જ મૂલ્યવાન છે." સાગરે પૂછ્યું, " ઓહો, શુ છે તમારી પ્રેમ કહાની મને પણ જણાવવાની તસ્દી લેશો ? " સંજના બોલી , " એ પ્રેમ જેવું કાંઈ હતું નહીં, બસ ઉંમરનો આવેગ હતો.એ વાત હું સાંજના કરીશ તમને." સાગરે કહ્યું, " જો, કુદરતે જે નક્કી કર્યું હોય એ મુજબ જ થયા કરે.દરેકે કોની સાથે જિંદગી વિતાવવાની છે એ કુદરતે અગાઉથી જ નક્કી કરી દીધું હોય છે.એટલે એ વિશે વિચાર કર્યા વિના માત્ર વર્તમાનમાં રહી લક્ષ પર ફોકસ કરવું." સંજના બોલી, " સ્યોર, હવે મન ના એસી ટકા સવાલોનું સોલ્યુશન મળી ગયું છે." એટલામાં ઘર આવી ગયું.સંજનાએ કહ્યું, " અમે લોકો સાંજે 5 વાગે આવીશું.હું હવે ઘરે જઈ રીડ કરું.તમે આરામ કરો." 
------------
સાગરે ગયો ત્યારે નેહા રેડી થઈ ગઈ હતી.નેહાએ કહ્યું, " બ્રધર, ક્યારે આવ્યા ? અને વહેલી સવારે ક્યાં જઈ આવ્યા ? " સાગરે કહ્યું, " હું સવારે લગભગ સાડા પાંચ વાગે આવ્યો હતો એટલે તમને ડિસ્ટર્બ ન કરી.પછી રેડી થઈ સંજના સાથે મંદિરે જઇ આવ્યો." તરત જ નેહાએ કહ્યું, " તો ચાલો હવે ચા-નાસ્તો કરી લઈએ." સાગરે કહ્યું, " સર જાગ્યા કે નહીં ? " નેહાએ કહ્યું, " પાપા તો કાલ ના એમના ફ્રેન્ડ્સ ને ત્યાં એક પ્રસંગમાં ગયા છે."સાગરે કહ્યું, " ઓહો એમ છે." એટલામાં નેહા ચા નાસ્તો લઈ આવી.બંને જણ ચા નાસ્તો કરવા બેઠાં. સાગરે નેહા ને પરીક્ષાની તૈયારી વિશે પૂછ્યું.નેહાએ કહ્યું કે બરાબર ચાલે છે.પછી નેહાએ કહ્યું, "બ્રધર તમે ટ્રાવેલીંગ કરી થાકી ગયા હશો એટલે આરામ કરો.બપોરે જમવાના સમયે હું તમને જગાડીશ.હું પણ હવે થોડું કામ પતાવી રીડ કરું છું." સાગર એના રૂમમાં આરામ કરવા ગયો.
------------
 
બપોરના લગભગ 12:30 કલાક થયા હશે ત્યાં  સાગરને નેહાએ જગાડ્યો.પછી જમવા માટે બેસવા કહ્યું, " સાગર ડાઈનીંગ ટેબલ પર બેઠો.જોયું તો ચાર પ્લેટ હતી.સાગર મનોમન વિચારવા લાગ્યો કે કોઈ ગેસ્ટ આવ્યા હશે.થોડીવારમાં નેહા સાથે બંસરી અને મીરલ આવ્યા અને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. સાગર બોલ્યો , " ઓહો, શુ વાત છે.તમે લોકો આવ્યા છો તો તો આજે ચોક્કસ થી ભોજનમાં મીરલ ના હાથની  દાળ ઢોકળી જ હશે ને ! " અને તરત જ મજાકિયા સ્વભાવમાં બંસરી બોલી, " હા, મીરલે જ બનાવી છે." અને સાગરની બાજુમાં બેસેલ મીરલ સામે જોઈ બંસરી બોલી, " મીરલ, સર ને તારા હાથે ખવડાવ એટલે વધારે સ્વાદિષ્ટ લાગશે." મીરલ તરત જ બોલી, " બંસરી, સર આપણા હાથનું ના જમે એ તો અહીં આપણી વચ્ચે જેની ગેરહાજરી છે ને એના હાથ નું જ જમે." સાગર હસવા લાગ્યો અને પછી મીરલની સામે જોઈ કહ્યું, " ના, બસ આજે પહેલા તારા હાથે જ જમીશ બસ, નહિ તો નથી જમવું." મીરલે કહ્યું, " હું તો મજાક કરું છું.ખોટું લાગ્યું, સોરી બાબા." સાગરે કહ્યું, " પણ હું મજાક નથી કરતો.બસ હવે પ્રથમ કોળિયો તારા હાથે ખાઈશ." મીરલે શરમાતાં શરમાતાં સાગરને એક કોળિયો ખવડાવ્યો. પછી સાગરે મીરલના હાથ માંથી સ્પૂન લઈ ખાવનું શરૂ કર્યું અને સાથે સાથે રસોઈની પ્રસંશા પણ કરી.ભોજન પૂરું કરી બધાં નેહા ના રૂમમાં જઈને બેઠાં. સાગરે કહ્યું, " બંસરી, જો તમે લોકો આવ્યાં એટલે નેહા ના ચહેરા પર કેવી ચમક આવી ગઈ.સાચું કહું ને તો સારા, સાચા અને સાફ દિલના ફ્રેન્ડ્સ સાથે વિતાવેલી જિંદગી ની ક્ષણો જીવનપર્યંત એક સંભારણું બની જતી હોય છે." 
-----------
બસ આટલું સાંભળતા જ નેહા ની આંખો ભરાઈ આવી.સાગરે પૂછ્યું, " નેહા શુ વાત છે ? કેમ આટલી ઇમોશનલ બની ગઈ ? " નેહાએ કહ્યું, " બ્રધર બસ હવે એકઝામ પછી પાપા રિટાયર્ડ થશે ને મારા મેરેજ થઈ જશે.પછી મારે વિદેશ જવું પડશે.તમને લોકો ને છોડી ને જવાનો વિચાર મને અસહ્ય લાગે છે."  અને આટલું બોલતાં જ નેહા ની આંખ માંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા.મીરલ અને બંસરી ની આંખમાં પણ આંસુ આવી ગયાં.સાગરે મૂડ હળવો કરવા કહ્યું, " તમને ત્રણે ને રડતા જોઈ એવું લાગે જાણે નેહાનો વિદાય પ્રસંગ ચાલી રહ્યો છે.બસ હવે થોડા આંસુ વિદાય માટે બચાવી ને રાખો.અને સાગરે ત્રણેય ની આંખો વારાફરતી સાફ કરી. ત્રણેય ને પાણી પીવડાવી શાંત કર્યા.ત્યાં જ નેહાના મોબાઇલની રીંગટોન વાગી.જોયું તો સંજના નો ફોન હતો.નેહાએ સાગરને ફોન આપી કહ્યું કે બ્રધર તમે વાત કરો.સાગર બોલ્યો, " બોલો " સંજનાએ પૂછ્યું, " કેમ નેહા ક્યાં ગઈ ? "  સાગરે કહ્યું, " એક દુઃખદ પ્રસંગ સર્જાયો છે એટલે એ રડે છે. " આટલું સાંભળી તરત જ સંજના એ ફોન કટ કર્યો. ગણતરીની મિનિટો માં જ સંજના નેહાના ઘરે આવી ગઈ.જોયું તો નેહા, મીરલ અને બંસરી ની આંખો હજુ પણ ભીની હતી.સંજનાએ સાગરને પૂછ્યું, " તમે તો આ લોકો ને નથી રડાવ્યા ને ? " સાગરે કહ્યું જો મેં માત્ર એટલું જ કહ્યું, " સારા, સાચા અને સાફ દિલના ફ્રેન્ડ્સ સાથે વિતાવેલી જિંદગી ની ક્ષણો જીવનપર્યંત એક સંભારણું બની જતી હોય છે.પણ હવે એમની લાગણીઓ ના ઉભરા શાંત થઈ ગયા છે."
------------
સાગરે કહ્યું, " ખરેખર તમારા લોકોની મિત્રતા કાબિલે તારીફ છે.પણ જીવનમાં પરિવર્તન એ પણ સંસારનો નિયમ છે.બધા ગમતા લોકો જીવનભર સાથે રહેતા નથી હોતા, માત્ર એમની સાથે વિતાવેલી ક્ષણો ની યાદો જ બાકીની જિંદગી જીવવાની હૂંફ પૂરી પાડે છે.ખરું ને સંજના ? " અને સંજના ની આંખ પણ ભરાઈ આવી.માહોલ થોડો ગમગીન બની ગયો.સાગર ઉભો થઇ બહાર ગયો.કારણ કે એની આંખોમાં પણ ઝલહળીયા આવી ગયા હતા.એટલે સાગરે એના રૂમમાં જઇ ચહેરો વોશ કરી લીધો.બસ આજના ગમગીન માહોલમાં 4 વાગી ગયા એ ખબર જ ના પડી.સાગરે સંજનાને ચા બનાવવા કહ્યું.થોડીવારમાં સંજના ચા લઈને આવી.સાગરે કહ્યું, " હવે શું પ્રોગ્રામ છે ? " સંજનાએ કહ્યું, " નહિ ખબર, બંસરીને પૂછી લઉં." એટલામાં બંસરી,મીરલ અને નેહા સાગરના રૂમમાં આવ્યાં.નેહાએ કહ્યું, " બ્રધર, આજે સાંજે ઢોસા બનાવવાનો પ્રોગ્રામ છે તો તમને  ભાવશે ને ? " સાગરે કહ્યુ, " હા, પણ તમને લોકો ને આવડે છે ? " બંસરી બોલી, " યસ, એમાં શુ મોટી વાત છે ! " 
-----------
વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો.નેહા, બંસરી અને મીરલ રસોઈમાં વ્યસ્ત બન્યાં. સાગર અને સંજના બગીચામાં જઈને બેઠાં. સાગરે પૂછ્યું, " સંજના, તું કઈક તારી પ્રેમ કહાની કહેવાની હતી ને, યાદ છે કે ભૂલી ગઈ ? "  સંજનાએ કહ્યું, " કઈ ખાસ તો નથી પણ જુઓ હું જ્યારે સ્ટાન્ડર્ડ 12 માં હતી ત્યારે મારી શેરીમાં રહેતા એક છોકરા પ્રત્યે મને થોડું આકર્ષણ જાગેલું.પણ એ થોડો સમય જ રહ્યું.એ આકર્ષણ થવા પાછળ મારી એક બહેનપણી નો મોટો રોલ હતો.પણ એમ હું પ્રેમ ના ચક્કરમાં ફસાઈ જાઉં એટલી પાગલ પણ નથી.મારા આત્મા ના એક અવાજના ઝાટકે મારો તમામ મોહ ભંગ થઈ ગયો." સાગર બોલ્યો, " ઓહો, તારા જેવા લોકો દુનિયામાં ખૂબ ઓછા હોય છે.જો સંજુ એમ પણ જિંદગી કોની સાથે વિતાવવી પડશે એ તો કર્મના બંધન મુજબ અગાઉ થી જ નક્કી હોય છે.પણ જીવનમાં બધું ઇચ્છીએ એ મળતું નથી.જીવન સફરમાં ઘણા લોકો મળે છે, એમાંથી ખૂબ ઓછા લોકો સાથે  સંબંધો બંધાય છે અને એમાંથીયે જીવનભર ટકી રહે એવા સંબંધો તો માત્ર આંગળીના વેઢે ઘણી શકાય એટલા જ હોય છે. પણ આ બધું કર્મને આધીન છે. એટલે ખોટો મોહ વ્યર્થ છે. જીવનમાં જે પરિસ્થિતિ આવે એને હસતા હસતા સ્વીકારી લેવી એમાં જ જિંદગીનું સુખ સમાયેલું હોય છે." અને તરત જ મીરલે બૂમ પાડી કહ્યું, " સંજના હવે તમારી ફિલોસોફી પૂરી થઈ હોય તો રસોડામાં આવવાની તસ્દી લે." એટલે સંજના કાંઈ પણ બોલ્યા વિના ઉભી થઇ રસોડા તરફ ગઈ.