સુરત માં કયા સ્થળોએ થયું છે ગરબાઓનું આયોજન : જાણો એક ક્લિકમાં

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : આવતીકાલે શરૂ થનાર નવરાત્રી પર્વનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે સુરતમાં વિવિધ સ્થળો પર કોમર્શિયલ ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કલાકારો ઉપસ્થિ રહી મન મૂકીને ખેલૈયાઓને ગરબા રમાડશે. સુરતમાં કયા કયા સ્થળોએ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આપને નીચે મુજબ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે આજે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સુરત ખાતેથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોમર્શિયલ ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટેની તમામ પ્રકારની સુરક્ષિત સુવિધાઓનું ધ્યાન રાખવાનું રહેશે.
સુરતમાં કયા સ્થળોએ થયું છે નવરાત્રી આયોજન
1. યશ્વી નવરાત્રી (AC Dome)
ભગવાન મહાવીર કોલેજ સામે,
વીઆઇપી રોડ, વેસુ.
આર્ટિસ્ટ: કિંજલ દવે
ટાઈમિંગ્સઃ રાત્રે 7થી 12
2. કેસરિયા 3.0 (AC Dome)
ડુમસ રોડ, ટીજીબીની બાજુમાં.
આર્ટિસ્ટઃ જયસિંગ ગઢવી, સ્તુતિ વોરા
ટાઈમિંગ્સઃ રાત્રે 8.00થી 12
3. રાજરંગ (AC Dome)
સુદામા બેન્ક્વેટ હૉલ, ભડિયાદરા ફાર્મ,
પેરેમાઉન્ટ સ્કૂલ નજીક, મોટા વરાછા.
આર્ટિસ્ટઃ જનક વાઘેલા, નિશુબા ગઢવી
ટાઈમિંગ્સઃ રાત્રે 8.00થી 12
4. ગુજરાત ગરબા ગેલેક્સી (AC Dome),
ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ,ડુમસ રોડ.
આર્ટિસ્ટઃ મિતાલી મહંત
ટાઈમિંગ્સ: રાત્રે 8.00થી 12