સુરત : SVS - 3 ગણિત વિજ્ઞાન પ્રદર્શન : પર્યાવરણ બચાવો, સ્માર્ટ હેલ્મેટ જેવી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું

સુરત : SVS - 3 ગણિત વિજ્ઞાન પ્રદર્શન : પર્યાવરણ બચાવો, સ્માર્ટ હેલ્મેટ જેવી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું

SVS સંકુલ - 3 નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ભટાર માં આવેલ ડી કે ભટારકર શાળા માં યોજાયું પ્રદર્શન

વિવિધ થીમ આધારીત 125 થી વધુ કૃતિઓ રજૂ કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : સુરત ભટાર ખાતે આવેલી ડીકે ભટારકર હાઈ સ્કૂલમાં એસ.વી.એસ- 3 સંકુલ નો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં આશરે 50થી વધારે શાળાઓએ ભાગ લીધો હતો તેમજ 125 થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 

યજમાન શાળાના આચાર્ય ઉર્વિબેન દેસાઈ એ જણાવ્યું હતું કે વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને પ્રદૂષણ થી પર્યાવરણ બચાવવા અંગે તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને હેલ્મેટ જાગૃતિ અભિયાન પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તો બીજી તરફ તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેસ ની દુર્ઘટના ને લઈને આગામી પ્લેન ક્રેશ દુર્ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની પણ કૃતિ રજૂ કરાઈ હતી.

સંકુલમાં આવેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન કૃતિઓ નિહાળી હતી અને વિજ્ઞાન અને તેની ઉપયોગીતા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.

વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ માં વરસાદને કારણે મોટા શહેરોમાં પાણી ભરાઈ જવાની જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય અને વરસાદ પડવાથી તૂટી જતા રોડ રસ્તાઓ કેવી રીતે બચાવી શકાય તેને લઈને પણ જાપાનીઝ ટેકનોલોજી આધારિત સવિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી.