નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકાએક ગીતા મંદિર એસટી સ્ટેન્ડની મુલાકાત કેમ લીધી ? કારણ છે રસપ્રદ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકાએક ગીતા મંદિર એસટી સ્ટેન્ડની મુલાકાત કેમ લીધી ? કારણ છે રસપ્રદ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ) : સુરતના સૌથી લોકલાડીલા અને ગુજરાતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી નો પદભાર સંભાળતા ની સાથે જ એસટી કર્મચારીઓ ઉપર ઓળ ગોળ થઈ ગયા હતા અને કર્મચારીઓ જે ફિક્સ વેતનથી ફરજ બજાવે છે તેમને દિવાળી પર્વને લઈને 10,000 રૂપિયા એડવાન્સ પેશગી તાત્કાલિક આપવાની જાહેરાત કરતા ફિક્સ વેતનના કર્મચારીઓમાં ખુશાલી વ્યાપી ગઈ હતી 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કર્મચારીઓ પ્રત્યેની આ હમદર્દી ભરી ભાવનાને લઈને એસટી કર્મચારીઓમાં એક નવા જોશ અને ઉત્સાહનો સંચાર થયો હતો. ત્યારે ગત રાત્રે સાંજે 7:30 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ગીતામંદિર એસટી સ્ટેન્ડ ની મુલાકાતે પહોંચ્યા હતા અને બસમાં ચડીને તેમણે મુસાફરો સાથે વાતચીત કરી હતી અને કર્મચારીઓ દ્વારા દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના માદરે વતન પહોંચાડવા માટે રાત દિવસ જે મહેનત કરવામાં આવી રહી છે તેની પણ  તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી એટલુ જ નહીં એસટી બસના કંડકટર ને તેમને મોઢું મીઠું કરાવીને કર્મચારીઓનો જોશ અને જુસ્સો વધાર્યો હતો.આમ સંઘવીના આ નિર્ણયથી એસટી કર્મચારીઓમાં હાલમાં ખુરશીને લહેર પ્રસરી જવા પામી છે.