એલોન મસ્ક આવશે ગુજરાત! રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ માટે આમંત્રણ આપ્યું
Mnf network: અમેરિકન કારમેકર ટેસ્લાએ તેની વિધિવત ઓફિસનો પૂનામાં પ્રારંભ કર્યો છે પરંતુ તેનો કાર ઉત્પાદનનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાય તેવી સંભાવાન છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પ્લાન્ટને ગુજરાતમાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે આ પ્લાન્ટ માટે ટેસ્લાને ક્યાં જમીન આપવી તે હજી પણ ગોપનિય રાખવામાં આવ્યું છે. ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં યોજાવા જઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને આ સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.
આ પ્લાન્ટ માટે ચાર રાજ્યો વચ્ચે હરિફાઇ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં આ પ્લાન્ટ આવે તેવી સંભાવના વધી ગઇ છે. રાજ્ય સરકાર અને કંપનીના એક્ઝિક્યુટિવ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. ટેસ્લા પોતાની કારનો પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતને પસંદ કરશે. આ વિશે કંપની સાથે વાતચીત ચાલુ છે. એલોન મસ્ક પણ પોતાની પ્રથમ પસંદગી તરીકે ગુજરાતનો વિચાર કરે છે.