સુરત : VNSGU માં યોજાયેલ 50 માં સ્વર્ણિમ યુવા મહોત્સવમાં જે.ઝેડ.શાહ આર્ટસ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ પ્રથમ ક્રમે

સુરત : VNSGU માં યોજાયેલ 50 માં સ્વર્ણિમ યુવા મહોત્સવમાં જે.ઝેડ.શાહ આર્ટસ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ પ્રથમ ક્રમે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે દિનાંક 2 જાન્યુઆરી 2024 થી 6 જાન્યુઆરી,2024 દરમ્યાન યોજાયેલા 50મા સ્વર્ણિમ યુવા મહોત્સવમાં રંગમંચ -૧ કનવેન્શન હોલ હોલ ખાતે યોજાયેલ સ્કિટ કોમ્પિટિશનમાં રાજા હરિશચંદ્ર, હું -તુ અને ચા, એક્ટ ઓફ સ્માઈલિંગ, ડિપ્રેશન, ભ્રષ્ટાચાર માં સચ્ચાઈનો પ્રકાશ, G-20 વસુધૈવ કુટુમ્બકમ, સંવેદનશીલતા વગેરે જેવા વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા એક્ટ પ્લે કરવામાં આવ્યા હતા.

કુલ 9 જેટલા અલગ અલગ એક્ટની નોંધણી થઈ હતી . જેમાં પ્રથમ ક્રમાંક જે.ઝેડ.શાહ આર્ટસ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી, દ્વિતીય ક્રમાંક પ્રોફેસર વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ તેમજ તૃતીય ક્રમાંક વી.સી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , ભરૂચે મેળવ્યા હતા.