ઊંઝા : વોર્ડ નં 2 ના ભરત પટેલ ભાજપ થી નારાજ થઈ AAP માં જોડાતા ખળભળાટ !
ઊંઝા: ઊંઝા શહેરના વોર્ડ નં. 2ના આમ આદમી પાર્ટીના નેતા પટેલ ભરતકુમાર સુરેશભાઈ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા અને જનહિતના મુદ્દાઓને લઈ સક્રિય કામગીરી કરી રહ્યા છે.
ભરત પટેલ પૂર્વ ધારાસભ્ય સ્વ. ડૉ આશાબેન પટેલના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સક્રિય રીતે પાંચ વર્ષથી જોડાયેલા હતા. જોકે, પક્ષની કાર્યપદ્ધતિ અને સ્થાનિક સ્તરે થઈ રહેલી કામગીરીથી નારાજગી વ્યક્ત કરતાં તેમણે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટી દ્વારા લોકોના પ્રશ્નો ઉઠાવવા અને જનસંપર્ક વધારવા માટે સતત કાર્યરત રહ્યા છે.
સામાજિક ક્ષેત્રે પણ ભરત પટેલે કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને કોરોના કિટનું વિતરણ, ગૌસેવા સમિતિમાં સેવા તેમજ રાજકોટ વૃદ્ધાશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક લોકોના પ્રશ્નોને તંત્ર સમક્ષ રજૂ કરી તેના નિરાકરણ માટે તેઓ નિયમિત પ્રયાસ કરી રહ્યા છે. વોર્ડ નં. 2માં રોડ, સફાઈ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓમાં સુધારો થાય અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે તેઓ સતત સક્રિય હોવાનું પક્ષના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું છે.