ઈસુદાન જોડાયા AAP માં : 2022 માં AAP ના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ કેજરીવાલે કરી મોટી જાહેરાત, જાણો વધુ

ઈસુદાન જોડાયા AAP માં : 2022 માં AAP ના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ કેજરીવાલે કરી મોટી જાહેરાત, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં આજે ગુજરાતના લોકપ્રિય પત્રકાર ઈશુદાન ગઢવી એ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટી નો કેસ ધારણ કર્યો હતો અને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી 182 સીટ ઉપર પોતાના ઉમેદવારોને લડાવશે એવી જાહેરાત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેે કરી હતી.

ઈશુદાન ગઢવીએ પ્રેસ મીડિયા ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.

...........કેજરીવાલના ચાબખા.........

દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે ?

2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે

ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે 

ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે 

ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે.ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે

......કેજરીવાલની મોટી જાહેરાત.......

કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો ગુજરાતની જનતા નક્કી કરશે

ત્યારબાદ કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, આજે સવારે દિલ્લીથી અમદાવાદ આવ્યો ત્યારે એરપોર્ટની બહાર એક કર્મચારીએ મને રોકી સેલ્ફી લેવા કહ્યું હતું. જ્યારે મેં ઈશુદાન ગઢવી આજે આપમાં જોડાયા હોવાની વાત કરી તો કર્મચારીઓ કહ્યું, ઈશુદાન ગુજરાતના કેજરીવાલ છે. ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે, ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે. કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે, વેપારીઓમાં ડર છે. તેમજ બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું છે.