AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કેમ વિજમંત્રી સૌરભ પટેલનો આભાર માન્યો ? કારણ જાણી તમે પણ કહેશો ' વાહ ક્યાં સીન હૈ '

AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કેમ વિજમંત્રી સૌરભ પટેલનો આભાર માન્યો ? કારણ જાણી તમે પણ કહેશો ' વાહ ક્યાં સીન હૈ '

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  કોરોના ના વધતા જતા કેસોને લઈને ઠેરઠેર covid કેર isolation સેન્ટરો શરૂ કરાયા છે. જોકે સૌપ્રથમ covid કેર isolation સેન્ટરોની શરૂઆત સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. જેમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને ઓક્સિજનયુક્ત સંપૂર્ણ સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા covid કેર isolation સેન્ટરોમાં થી પ્રેરણા લઈને ભાજપના નેતાઓએ પણ હવે કોવિડ કેર isolation સેન્ટરો શરૂ કર્યા છે.કારણ કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના ધારાસભ્યો અને સાંસદો ને 100 બેડ વાળા આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. વીજ મંત્રી સૌરભ પટેલ દ્વારા તેમના મત વિસ્તાર બોટાદમાં એક isolation સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

બોટાદમાં સૌરભ પટેલ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવા બદલ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ સૌરભ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે. કારણકે આ આઇસોલેશન સેન્ટર માત્રને માત્ર ફોટા પડાવી વાહ-વાહી લૂંટવામાં માટે જ શરૂ કરાયું હોય એવું એના ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર અહીંયા ચાર-પાંચ બેડ છે અને બાકીની જમીન પર પથારીઓ કરવામાં આવી છે. અન્ય કોઈ સુવિધા અહીંયા દેખાતી નથી. અર્થાત માત્રને માત્ર નામ પૂરતું જ શરૂ કરાયું હોય તેવું ભાસી રહ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા તેનો કટાક્ષ કરતા સૌરભ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.

જોકે isolation સેન્ટરના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ફોટોગ્રાફ્સ પરથી એવું લાગે છે કે અહીંયા કોઈ સુવિધાઓ હોય તેવું દેખાતું નથી અને બીજું કે જ્યારે રાજ્યના એક મંત્રી દ્વારા isolation સેન્ટર શરૂ કરાયું હોય અને એમાં કોઈ ઓક્સિજન યુક્ત સુવિધાઓ ન હોય એ ખરેખર એક દુઃખની બાબત છે. માત્રને માત્ર ફોટા પડાવી અને વાહવાહી લૂંટી લોકોની હમદર્દી મેળવવી એ રાજનૈતિક ધર્મ નથી. પોતાના વિસ્તારની પ્રજા જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આ રીતે આવા અર્ધ સુવિધાવાળા covid કેર isolation સેન્ટરો એ પ્રજાની મજાકથી વિશેષ બીજું શું કહેવાય !