રાજસ્થાનમાં કોણ બનશે મુખ્યમંત્રી ? ' યોગી ' નું નામ ભારે ચર્ચામાં, જાણો વધુ

રાજસ્થાનમાં કોણ બનશે મુખ્યમંત્રી ?  ' યોગી ' નું નામ ભારે ચર્ચામાં, જાણો વધુ
યોગી આદિત્યનાથ ની બાજુમાં તેમના જેવો જ પહેરવેશ ધરાવતા યોગી છે બાબા બાલકનાથ

રાજસ્થાનમાં ભાજપની ભવ્ય જીત બાદ સીએમ કોણ  બનશે?

વસુંધરા રાજે અને બાલકનાથના નામ ફેવરીટ

બાલકનાથ નું નામ મુખ્યમંત્રી પદ માટે હોટ ફેવરિટ

16 એપ્રિલ 1984 માં થયો હતો બાલકનાથ નો જન્મ

પિતાનું નામ સુભાષ યાદવ અને માતા ઉર્મિલા દેવી

બાલકનાથ પરિવારમાં એકમાત્ર સંતાન

બાલકનાથ ભાજપના ફાયર બ્રાન્ડ નેતાઓમાંના એક નેતા

યોગી આદિત્યનાથના ખૂબ જ નજીકના નેતા માનવામાં આવે છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત તરફ જઈ રહી છે. ભાજપે સીએમ પદ માટે કોઈ પણ નેતાનો ચહેરો આગળ રાખ્યા વગર રાજસ્થાનની ચૂંટણી લડી હતી. વસુંધરા રાજે 2003 થી રાજસ્થાનમાં ભાજપનો ચહેરો છે. પરંતુ આ વખતે પાર્ટીએ તેમનો ચહેરો આગળ રાખવાનું ટાળ્યું હતું. રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવશે તો વસુંધરા રાજે સિંધિયા સીએમ બનશે કે પછી પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવશે? આ ચર્ચા એટલા માટે પણ થઇ રહી છે કે ભાજપે સીએમ ચહેરો જાહેર કરવાનું ટાળ્યું હતું.ત્યારે રાજસ્થાનના યોગી ગણાતા બાલકનાથ પણ સીએમના ચહેરા તરીકે ચર્ચામાં આવ્યા છે.

ભાજપના ઉમેદવાર બાલકનાથ પણ તિજારા વિધાનસભા બેઠક પરથી સાંસદ છે. અશોક ગેહલોત બાદ બાલકનાથ સીએમ પદ માટે બીજા નંબરનો સૌથી લોકપ્રિય ચહેરો બનીને સામે આવ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં બાલકનાથને 10 ટકા લોકોએ સીએમ પદ માટે પોતાની પહેલી પસંદ જાહેર કરી હતી. આ એક્ઝિટ પોલ મુજબ બાલકનાથ સીએમ પદ માટે ભાજપ તરફથી સૌથી લોકપ્રિય ચહેરો છે. રાજસ્થાનના અલવરથી સાંસદ બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના છે, જ્યાંથી યુપીના સીએમ યોગી આદિત્યનાથ છે. બાલકનાથ રોહતકમાં બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુરને રાષ્ટ્રીય અધ્યક્ષનો દરજ્જો અને રોહતકની ગાદી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો ધરાવે છે. આ રીતે નાથ સંપ્રદાયની વર્તમાન વ્યવસ્થામાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા નંબરે છે અને તેમને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે.