ઊંઝા : માત્ર ભાજપ જ નહિ, નગરજનો નો મેન્ડેડ : દીક્ષિતભાઈ પટેલ બન્યા ન.પા.ના પ્રમુખ
શહેરના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ વિઝન ધરાવનાર દીક્ષિતભાઈ પટેલનું વ્યક્તિત્વ બિનવિવાદી રહ્યું છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ઊંઝા નગરપાલિકામાં આજે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના દીક્ષિતભાઈ પટેલ ઉર્ફે ડીડી ને પ્રમુખ પદ નું સુકાન સોંપાતા નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
દીક્ષિતભાઈ પટેલ ભાજપના સૌથી જૂના અને સક્રિય કાર્યકર છે એટલું જ નહીં તેઓ હંમેશા બિનવિવાદી રહ્યા છે તેમનું વ્યક્તિત્વ વિરોધીઓને પણ મિત્ર બનાવવા વાળું રહ્યું છે જેથી દીક્ષિત પટેલના નામ ઉપર સૌ કોઈએ સર્વાનુંમતે મહોર મારી દીધી હતી.
અગાઉ અઢી વર્ષના ભાજપના શાસનમાં દીક્ષિતભાઈ પટેલે ઊંઝા નગર માટે અનેકવાર મીડિયા સમક્ષ શહેરના વિકાસનું વિઝન દર્શાવ્યું હતું પરંતુ અઢી વર્ષના શાસનમાં નગરપાલિકામાં જેમને પ્રમુખ સહિતના મહત્વના મુદ્દાઓ આપવામાં આવ્યા હતા તેમણે માત્ર અને માત્ર કૌભાંડો અને વિવાદો સિવાય નગરના વિકાસ માટે મહત્વનું ગણી શકાય એવું કોઈ પણ નોંધપાત્ર કાર્ય કર્યું નથી. પરંતુ હવે દીક્ષિતભાઈ પટેલ ને નગરપાલિકાનું સુકાન સોંપાતા નગરજનોમાં એક નવી આશા નો સંચાર થયો છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ વતી દીક્ષિતભાઈ પટેલને નગરપાલિકાના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. દીક્ષિત ભાઈ અને તેમની ટીમ સાથે મળીને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે તેવી આશા અને અપેક્ષાઓ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ