મૃત્યુ બાદ આત્મા કેવા અનુભવમાંથી થાય છે પસાર ફરી જીવન ક્યારે મળે છે
Mnf network : અંદાજે મૃત્યુના 4 થી 5 કલાક પૂર્વે પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કે,પૃથ્વી ચક્ર જે પગના તળીયે આવેલ છે,તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે. મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે. એમ કહેવાય છે કે, જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે,યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ,મૃત્યુનો સમય થતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.આ પ્રક્રિયાને જ 'મૃત્યુ' કહેવાય છે. ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ થાય છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી. અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે. મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષનો અનુભવ પણ કરી શકે છે.
મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે.તેને એમજ લાગે છે કે તે જીવંત છે. પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે. આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે.તે મૃમશરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે.- એ બધું જ તે આત્માને સંભળાય છે. એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે.પરંતુ કોઈને સંભળાતુ નથી. ધીરે ધીરે આત્માને સમજાય છે કે,તેનું મૃત્યુ થયું છે. તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે. તે જોવાય તથા સંભળાય છે.
સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય.ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો,તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે.તેનો એ આત્મા 'સાક્ષી' બને છે.
જ્યારે 11માં, 12માંની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે,કેવી રીતે ગળે મળીએ છીએ તેવું જ અહીં મિલન થાય છે. ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.
જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે.જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય.એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે. ગત્ જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી.તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.