સિદ્ધપુર : એસ.ટી.ડેપો ના કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો

સિદ્ધપુર : એસ.ટી.ડેપો ના કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સિદ્ધપુર : આજરોજ સિદ્ધપુર ડેપો ખાતે તમામ કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન સિદ્ધપુર ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને કરવામા આવ્યું હતું.

ડેપો ના તમામ કર્મચારીઓ એ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. ગોકુલ સાર્વજનિક હોસ્પિટલ સિદ્ધપુર ફ્રિ નિદાન કેમ્પ.આ મેડિકલ કેમ્પ ના ઇન્ચાર્જ શ્રી ડો. વિશાલભાઈ શુક્લ અને મેડિકલ ટિમ હરિભાઈ આહીર, શક્તિ બારોટ,ભાવના પરમાર અને જિંગલ લિમ્બાચિયા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.જેમનો એસ.ટી.ડિવિઝન સિદ્ધપુર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.