ઊંઝા : નગર પાલિકાના તત્કાલીન પાલિકા પ્રમુખની રજૂઆત રંગ લાવી : અનેક મુસાફરોને થશે ફાયદો

ઊંઝા : નગર પાલિકાના તત્કાલીન પાલિકા પ્રમુખની રજૂઆત રંગ લાવી : અનેક મુસાફરોને થશે ફાયદો

ઊંઝા નગર પાલિકાના તત્કાલિન પ્રમુખની રજૂઆતને પગલે...

આનંદો ! ઊંઝા - પાટણ રોડ પર જીઇબી સામે એસ.ટી.બસ નું ' પીક અપ સ્ટોપેજ ' અપાયું

તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે કરી હતી રજૂઆત.

વિભાગીય નિયામક,મહેસાણા દ્વારા સ્ટોપેજ મંજૂર કરાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઉત્તર ગુજરાતના તત્કાલીન સક્રિય નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા સમય અગાઉ ઊંઝા પાટણ રોડ ઉપર જીઇબી ની સામે એસ.ટી બસનું 'સ્ટોપેજ' આપવા માટે માગણી કરતો પત્ર મહેસાણા એસ.ટી.વિભાગીય નિયામક ને લખવામાં આવ્યો હતો. જે સંદર્ભે મહેસાણા એસ.ટી. વિભાગીય નિયામક દ્વારા જીઇબી સામે 'વિનંતી સ્ટોપેજ' મંજૂર કરાતા મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે વિભાગીય નિયામક મહેસાણા ને કરેલી રજૂઆતનો પત્ર....

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકાના તત્કાલીન સક્રિય નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા 5 જાન્યુઆરી 2024 ના રોજ એસ.ટી.વિભાગીય નિયામક મહેસાણાને પત્ર લખીને ઊંઝા - પાટણ રોડ પર જીઇબી ની સામે એસ. ટી. બસ નું સ્ટોપેજ આપવા માટેની માગણી કરી હતી. જેને ધ્યાનમાં લઈને એસ.ટી. વિભાગીય નિયામક મહેસાણા દ્વારા આ માગણીને મંજૂર કરી જીઇબી ની સામે 'વિનંતી સ્ટોપેજ' આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઊંઝા પાટણ રોડ ઉપર પસાર થતી તમામ ડેપો ની એસ.ટી.બસો જીઇબી સામે સ્ટોપેજ કરે તે અંગેની જાણ વિભાગીય નિયામક મહેસાણા દ્વારા તમામ એસ.ટી. ડેપોના ડેપો મેનેજરો ને કરાઇ છે.