ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકને શાળામાં મોકલવું ગેરકાયદેસર છે
. કાયદા મુજબ પ્રિ-સ્કુલમાં એવા કોઈ પણ બાળકને પ્રવેશ ન મળી શકે, જેણે વર્ષની 1લી જૂનના રોજ ત્રણ વર્ષની ઉંમર પૂર્ણ ન કરી શકે.' ધો.1માં પ્રવેશ માટેની છ વર્ષની વયમર્યાદાની જોગવાઈઓને પડકારતી 50થી વધુ અરજી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ એન.વી.અંજારીયાની ખંડપીઠે ગત મહિને રદ કરી હતી. જેમાં ચુકાદો આપતા નોંધ્યું છે કે, 'ધોરણ-1માં પ્રવેશ માટેની છ વર્ષની વયમર્યાદા વ્યાજબી છે અને રાઈટ ટુ એજયુકેશનના કાયદાના આશયને પોષે છે. જેના અંતર્ગત પણ યોગ્ય વયે જ બાળકોને શિક્ષણ આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ પ્રમાણે પણ છ વર્ષની નાની વયના બાળકો 'સ્કુલ' માટે 'રેડી' નથી. કેમકે, કુમળી વયના વર્ષો પ્રારંભીક બાળપણની સંભાળ અને વિકાસના વર્ષો હોય છે.' ખંડપીઠે એમ પણ નોંધ્યું છે કે, 'એક વ્યક્તિને પડનારી સંભવિત હાડમારીનું પરિણામ બંધારણના અનુચ્છેદ 14નું ભંગ કરતી હોવાનું કહી શકાય નહીં. તેને મનસ્વી કે ગેરવાજબી પણ કહી શકાય નહીં. ઉક્ત કારણોસર આ રિટ પીટીશન મેરીટ વિનાની જણાય છે અને તમામ અરજીઓ રદબાતલ કરવામાં આવે છે.'કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી હાઈકોર્ટમાં 53 રીટ પીટીશન કરવામાં આવી હતી. તેમની રજુઆત હતી કે, 'રાજય સરકારે રાઈટ ટુ એજયુકેશનના રૂલ 3(1) અન્વયે ધો.1માં પ્રવેશ માટેની પાંચ વર્ષની વયમર્યાદા રદ કરીને તેને છ વર્ષ કરી નાખી છે. જો કે, આ જ કાયદાના રૂલ 3(3)માં વયમર્યાદાને છ મહિના સુધી લંબાવવા માટેની જોગવાઈ પણ છે. જેમાં કોઈપણ જરૂરી સુધારો વધારો કરાયો નથી અને તેને રદ પણ કરવામાં