ઊંઝા APMC એ વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત, જાણીને થઈ જશો ખુશખુશાલ
આવતીકાલથી ઊંઝા એપીએમસી દ્વારા શરૂ થશે ચોપડા અને નોટબુકનું વિતરણ
વિદ્યાર્થીઓને સસ્તા ભાવે મળશે નોટબુકો અને ચોપડા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એપીએમસી ઊંઝા દ્વારા નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને પ્રોત્સાહીત કરવાના ઉદ્દેશથી ઉત્તમ ક્વોલીટીની નોટબુક-ચોપડા રાહતદરે આપવાની સેવાકીય પ્રવૃતિ ચાલે છે. જેના થકી વિદ્યાર્થીઓ વાસ્તવિક રીતે લાભાવિન્ત બન્યા છે, જેનો ઊંઝા શહેર તથા તાલુકાના લોકોનો સારો પ્રતિસાદ સાંપડેલ છે.
સમગ્ર ભારતભરમાં ખ્યાતનામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલ જણાવે છે કે, "શિક્ષણને વેગ મળે તે ઉદ્દેશથી રાહતદરની નોટબુક-ચોપડાનું જાહેર વિતરણ ખુલ્લુ મુકતા આનંદ અનુભવીએ છીએ.સમાજના છેવાડાના વિધાર્થી સુધી રાહતદરની નોટબુક - ચોપડા પહોચે તે સારૂ દર વર્ષની જેમ ચાલુ વર્ષ પણ નોટબુક-ચોપડાનું જાહેર વિતરણ શરૂ કરેલ છે."
વિદ્યાર્થી દિઠ :- ૨ ડઝન A-4 (લોન્ગ બુક) / ૨ ડઝન મીડીયમ ચોપડા તથા ૨ ડઝન નોટબુક મર્યાદામાં મળશે.
સમય : સવારે ૯.૦૦ કલાકે થી બપોરે ૧૨.૦૦ કલાક સુધી સ્થળ : બજાર સમિતિ, ભોજનાલય, ઊંઝા.
નોટબુક પ્રતિ ડઝન રૂા. ૨૦૦/- ચોપડા પ્રતિ ડઝન રૂા. ૩૦૦/- તથા A-4 સાઈઝ ચોપડા (લોગ્ન બુક) પ્રતિ ડઝન રૂા. ૪૦૦/