ગૌતમ અદાણી બનાવશે મિસાઈલ અને ડ્રોન, જાણો કયા રાજ્યમાં થશે વિસ્તરણ
Mnf network: ગૌતમ અદાણી ટૂંક સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા જોવા મળશે. ગૌતમ અદાણીનું ગ્રુપ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઈલ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમની ફેક્ટરી લગાવી શકે છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીનું ગ્રુપ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઈલ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમની ફેક્ટરી લગાવી શકે છે.
તેલંગાણાના સીએમ સાથેની બેઠકમાં ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીની સાથે અદાણી ડિફેન્સના CEA અને એરોસ્પેસ આશિષ રાજનવંશી પણ હાજર હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ બેઠકમાં મિસાઈલ અને ડ્રોન બનાવવા અંગે ચર્ચા થઈ હતી.આ ગ્રુપ રાજ્યમાં વિન્ડ અને પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માગે છે. આ બધા ઉપરાંત, અદાણી જૂથે રાજ્યમાં તેના વર્તમાન ડેટા સેન્ટરની ક્ષમતામાં 300 મેગાવોટ વધારો કરવા માટે પણ સંમતિ દર્શાવી છે.
આ બેઠકમાં તેલંગાણાના સીએમએ પણ ખાતરી આપી છે કે અદાણી ગ્રુપને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. ઉપરાંત નવા ઉદ્યોગોને સબસિડી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે સરકાર રાજ્યમાં રોજગાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.