સિદ્ધપુર એસ. ટી.ડેપો ના ઇતિહાસમાં નોંધાયો નવો રેકર્ડ : જાણી ને કરશો પ્રસંશા

સિદ્ધપુર એસ. ટી.ડેપો ના ઇતિહાસમાં નોંધાયો નવો રેકર્ડ : જાણી ને કરશો પ્રસંશા

સિદ્ધપુર એસ. ટી. ડેપો માં રેકર્ડ નોંધાયો : ઇતિહાસમાં પ્રથમવાર 23.19 લાખ નફો નોંધાયો...

સિદ્ધપુર એસ. ટી.ડેપો મેનેજરના વ્યવસ્થિત પ્લાનિંગ થી ડેપો નફો કરતો થયો.

હાલમાં 412 લોકલ અને 54 જેટલા એક્સ્પ્રેસ બસો ના શિડયુલ કાર્યરત છે.

સિદ્ધપુર ડેપો ની સ્થાપના 1985 માં થઈ હતી.

1 જાન્યુઆરી 2021 થી નવો ડેપો કાર્યરત છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સિધ્ધપુર એસટી બસ ડેપો દર વર્ષે સતત ખોટ માં જ રહેતું હતું ત્યારે તેના સ્થાપના કાળ થી લઈને આજ સુધીના ઇતિહાસમાં પ્રથમવાર રેકોર્ડ બ્રેક 23.19 લાખ રૂપિયાનો નફો નોંધાયો છે.

લોકમાતા સરસ્વતીના તીરે વસેલું ધાર્મિક અને ઐતિહાસિક નગર સિધ્ધપુર એ ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન નગર છે. જ્યાં મરવાનું પણ મન થાય એવું અંતિમધામ ગણાતું મુક્તિધામ, તેમજ માતૃ શ્રાદ્ધ માટેનું બિંદુ સરોવર એ આ શહેરની ધાર્મિક ઓળખ છે. તો વળી 360 બારી બારણા વાળું મકાન, દાઉદી વ્હોરા કોમના કોતરણી કામ કરેલા મકાનો અને રુદ્ર મહાલય એ સિદ્ધપુરના ઐતિહાસિક વારસાને સતત ઉજાગર કરે છે. લોકમાતા સરસ્વતીના પટમાં ભરાતો કાત્યોકનો મેળો એ લોક સંસ્કૃતિનું સવિશેષ આકર્ષણ છે. ત્યારે આ શહેરમાં પરિવહન માટે રેલ્વે સ્ટેશન થી નજદીક ઇ.સ.1985 માં એસટી ડેપો ની સ્થાપના કરવામાં આવી હતી.

જોકે 1989 થી 2020 સુધી આ જુનો એસટી બસ ડેપો કાર્યરત રહ્યો ત્યારબાદ દિન પ્રતિદિન મુસાફરોની વધતી સંખ્યા જોઈને એસટી ડેપો માટેનો વિસ્તાર વધારવાની જરૂરિયાત જણાતા પાછળના ભાગમાં નવો એસટી ડેપો તૈયાર કરવામાં આવ્યો જે 1 જાન્યુઆરી 2021 થી કાર્યરત થયો. હાલમાં સિધ્ધપુર એસટી ડેપો મેનેજર તરીકે ચેતનભાઇ ચૌધરી ફરજ બજાવી રહ્યા છે. સિધ્ધપુર એસટી ડેપોમાં બજાવતા ડ્રાઇવરની સંખ્યા178 તેમજ કંડકટર ની સંખ્યા 174 છે. આ ઉપરાંત કન્ટ્રોલર અને ડેપો મેનેજર સહિત10 કમચારીઓ નો વહીવટી સ્ટાફ છે.

સિધ્ધપુર એસટી બસ ડેપોમાં 412 જેટલી લોકલ બસની ટ્રીપ તેમજ 54 જેટલી એક્સપ્રેસ બસોની ટ્રીપ નોંધાઈ છે. ત્યારે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી ના કુશળ વહીવટ અને સંચાલન ને કારણે ફેબ્રુઆરી-2024 માં ઇતિહાસમાં પ્રથમ વખત તમામ ખર્ચાઓ બાદ કરી 43.60 લાખ રૂપિયા સાથે ડેપોના ખર્ચ બાદ કરતાં 23.19 લાખ રૂપિયા નો નફો નોંધાયો છે.જે બદલ સિધ્ધપુર ડેપોના તમામ કર્મનિષ્ઠ કર્મચારીઓ ને ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી એ ખુબ ખુબ અભિનંદન સહ આભાર પ્રગટ કરી આપણી બસ ની સેવા થકી મહત્તમ આવક મળે એવા પ્રયત્નો કરી ગુજરાતમાં પ્રથમ નંબરે લાવવાની હાકલ કરી છે.