સુરતમાં રામ મંદિરની થીમ પર બન્યો ભવ્ય નેકલેસ
રૂ 50 લાખથી વધુની છે નેક્સલેસની કિંમત
2 કિલો ગોલ્ડની સાથે સિલ્વરનો પણ ઉપયોગ
30 દિવસની મહેનત, 40 કારીગરોની મહેનતે બન્યો છે નેકલેસ
Mnf network: દેશભરમાં અયોધ્યાના રામ મંદિર માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકો વિવિધ રીતે પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે.
સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવવામાં આવ્યો છે.
હાલમાં સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્ઝીબિશન ચાલી રહ્યો છે. જેમાં વિવિધ પ્રકારના આકર્ષણ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા રૂ 50 લાખથી વધુની કિંમતનો રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવવામાં આવ્યો છે. જેમાં 5000થી વધુ ડાયમંડનો ઉપયોગ કરાયો છે.
તેમજ આ વિશેષ નેક્લેસમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળે છે. આ નેકલેસમાં 2 કિલો ગોલ્ડની સાથે સિલ્વરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નેકલેસ માટે 30 દિવસની મહેનત, 40 કારીગરોની મહેનતે બન્યો છે. જેમાં રામ મંદિરની સાથે રામ, લક્ષમણ અને સીતા પણ બનાવાયા છે.
નોંધનીય છેકે વડાપ્રધાન મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટન સમયે જણાવ્યું હતું કે, સરકારે આગામી 25 વર્ષનો ટાર્ગેટ પણ નક્કી કર્યો છે. જેમાં સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝે પણ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ કે, આપણે દેશની પ્રગતિમાં કેટલો હિસ્સો રાખવો. સિલ્વર કટ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં આપણે અગ્રેસર છીએ.