Breaking : ઊંઝા પંથકમાં વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ, ખેડૂતો ચિંતિત
ઊંઝા પંથકમાં વહેલી સવારે 3 વાગે વરસાદ
શરૂમાં ફૂંકાયો જોરદાર પવન
ગાજવીજ સાથે વરસાદ થી ખેડૂતોના જીવ પડીકે બંધાયા
બાજરી,જુવાર જેવા પાકોને નુકશાનની ભીતિ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આજના દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે ઊંઝા પંથકમાં વહેલી સવારે સાંજે 3 : 00 વાગ્યા આજુબાજુ ગાજવીજ સાથે વરસાદ નું આગમન થયું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે એકાએક વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝા પંથકના કહોડા, જગન્નાથપુરા, કામલી સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે 3:00 વાગ્યા આજુબાજુ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી બાજુ ખેડૂતોના જીવ પડીકે બંધાયા હોવાના અહેવાલો છે.
ગ્રામ્ય વિચારોમાં જે ખેડૂતોએ પોતાની બાજરી જેવા પાક ની કાપણી કરી હતી એવા ખેડૂતો વરસાદ આવતા ખેતર તરફ દોડી ગયા હતા. કારણ કે આ વરસાદને પરિણામે જે પાકોની કાપણી થઈ હોય એવા બાજરી જુવાર જેવા પાકની નુકસાન થવાની પૂરી સંભાવના છે.