Breaking : રૂપાણી સરકારે વેપાર ધંધામાં છૂટછાટ ને લઈ લીધો મહત્વનો નિર્ણય, રાત્રી કરફ્યુ ક્યાં સુધી રહેશે યથાવત?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.
કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયુ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.
હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.