Home Loan Interest Rate: આ ટોચની બેંકો સૌથી ઓછા વ્યાજેહોમ લોન આપે છે.
Mnf network : Home Loan Interest Rate: ભારતમાં મોટાભાગની બેંકો EBLR (એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) ના દરે હોમ લોન પર વ્યાજ દર નક્કી કરે છે.
ખાનગી ક્ષેત્રની મોટી બેંક ICICI બેંક CIBIL સ્કોર 750 થી 800 ધરાવતા ગ્રાહકોને 9 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. SBI ઘર ખરીદનારાઓને 8.60 ટકાથી 9.45 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ દરો 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યા છે.
બેંક ઓફ બરોડા હોમ લોન પર ગ્રાહકોને 8.40 ટકાથી 10.60 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. ધ્યાનમાં રાખો કે ગ્રાહકોના વ્યાજ દર તેમના CIBIL સ્કોર પર નિર્ભર રહેશે.
કેનેરા બેંકની વેબસાઇટ અનુસાર, 9 સપ્ટેમ્બર, 2023 પહેલા લીધેલી લોન પર 9.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે. અને 9 સપ્ટેમ્બર પછી બેંકને 9.40 ટકા વ્યાજ મળી રહ્યું છે.
ઇન્ડિયન બેંક હોમ લોન પર ગ્રાહકોને 8.60 ટકાથી 9.90 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.