GIDC માટે સરકારની તમામ પોલિસી સરળ બનાવવા માટે ઉદ્યોગપતિઓનો સૂર
Mnf net work: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે જીઆઈડીસી સંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવા સુરત ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના રિજિયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના જીઆઈડીસી કમિટીના ચેરમેન અજિત શાહની સાથે કમિટીના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
સામાન્ય રીતે જીઆઈડીસી અને ઉદ્યોગને લગતાં પ્રશ્નો બે પ્રકારના હોય છે. પહેલા હોય છે સ્થાનિક સ્તરના, જેમનું નિવારણ સ્થાનિક એસોસિએશન અને ચેમ્બરની મદદથી પણ કરી શકાય છે. જ્યારે બીજો પ્રશ્ન હોય છે સરકારની પોલિસીઓ સંબંધિત જેમાં તમામ એસોસિએશન અને ચેમ્બરના સાથ સહકારથી તેનો ઉકેલ લાવવો પડે છે. ટીંગમાં ઓટીએસ સ્કીમ વિશે, સચિન જીઆઈડીસી પાસેથી જીઆઈડીસીના સાથે વસૂલાતાં મનપાનો ટેક્સ અને જીએસટી ટેક્સ ભરવા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ મિટીંગમાં જીઆઈડીસી સાથે સંકળાયેલ નોટિફાઈડની સમસ્યા, અનયુટીલાઈઝેશનની સમસ્યા, ડબલ ટેક્સ, જીએસટી, સ્ટેમ્પ ડ્યુટીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે તમામ એસોસિએશન સહમત થતા આગામી સમયમાં સરકાર સમક્ષ સમસ્યાઓ અને તેના નિરાકરણ સાથે રજૂઆત કરવામાં આવશે તેમ સર્વાનુમતે જણાવવામાં આવ્યું હતું. મિટીંગમાં કેટલીક જીઆઈડીસીઓને આપેલા પ્લોટને યુટીલાઈઝ કરવાનો અને તે સંદર્ભે એક્સટેશન આપવાના પ્રશ્નની સાથે રાજ્યની પ્રથમ જીઆઈડીસી ઉમરગામ જીઆઈડીસીના પાર્કિંગ પાર્ક પ્લોટના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી.