સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, લોકોને કરી મહત્વની અપીલ

સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, લોકોને કરી મહત્વની અપીલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતના કતારગામમાં હાલમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સુરતના વેડ રોડ ખાતે આવેલા નીલકંઠ કન્યા વિદ્યાલય માં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આ રસીકરણ કેન્દ્રની કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા એ મુલાકાત લીધી હતી અને રસીકરણ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરી હતી.

ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા રસીકરણ કેન્દ્ર ઉપર રસી મુકાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ વ્યવસ્થિત રીતે રસીકરણ ચાલી રહ્યું હોવાની તેમને માહિતી પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં પરંતુ અહીંયા પ્રથમ ડોઝ અને બીજો ડોઝ મૂકાવવા માટે પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કોરોના ને હરાવવા માટે રસીકરણ સૌથી સારો ઉપાય છે એમ તેમણે જણાવ્યું હતું.

રસીકરણ કેન્દ્ર પર સુંદર વ્યવસ્થા અને યોગ્ય આયોજન હોઇ તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રસીકરણ કેન્દ્ર પર ડોકટર્સ તેમજ નર્સ સ્ટાફ દ્વારા લોકોને વ્યવસ્થિત રીતે રસીકરણ કરવામાં આવે છે. એટલું જ નહીં ધારાસભ્ય વિનુભાઈ એ સંસ્થા નીલકંઠ કન્યા વિદ્યાલય દ્વારા રસીકરણ માટે અહીં સારી એવી ભૌતિક સગવડો આપવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું. તો વળી વિનુભાઈ એ લોકોમાં રસીકરણ પ્રત્યે કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય તે માટે લોકો સાથે ચર્ચા કરી હતી અને આ વિસ્તારના મહત્તમ લોકો રસીકરણ કરાવે તેમ જ જ્યારે યુવાનો માટેના રસીકરણ ની શરૂઆત થાય ત્યારે વધુમાં વધુ યુવાનો દ્વારા પણ રસીકરણ કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી.

વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો.