આવતી કાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરાશે - SMC કમિશ્નર
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે મહાનગરોમાં કોરોના નું સંક્રમણ તેજ ગતિથી વધવા લાગ્યું છે. ત્યારે હવે સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રે 9:00 વાગ્યાથી સવારના 6 :00 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે.
સુરતમાં આજે કેટલાક વિસ્તારોમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે માર્ચ કરી હતી. જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં ધનમોરા રોડ પર આજે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા માર્ચ કરવામાં આવી હતી. જેમાં માસ્ક અને સોશિયલ distance નું પાલન નહીં કરનારા વેપારીઓને દંડ ફટકારવામાં પણ આવ્યો હતો.
મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા લોકોને પણ સતત માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી. તો જ્યાં પણ સોશિયલ સાયન્સ નું પાલન ન થતું હોય અને માસ્ક ન પહેર્યું હોય તેવા વેપારીઓને સત્તાધીશોએ દંડ ફટકાર્યો હતો.જો કે લોકોમાં પુનઃ એવી ચર્ચા થતી જોવા મળી હતી કે શું પુનઃ લોકડાઉન આવશે કે કેમ ?