( ભાગ : 12 ) : સાગરે કહ્યું, " નેહા જો ને, રાત્રીની રોશનીમાં શહેર ખરેખર દુલ્હન જેવું દેખાય છે." નેહા કાર એક ગાર્ડન તરફ હંકારી ગઈ.ગાર્ડન ખૂબ વિશાળ હતો.ગાર્ડનમાં બોટિંગ અને મનોરંજનના સાધનો પણ હતા. લોકો અહીં પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા.નેહા એ કહ્યું, " બ્રધર ચાલો બોટીંગ કરીએ." સાગરે કહ્યું, " ના, તમે લોકો જાઓ.હું અહી બેસું છું." સંજનાએ પણ બોટીંગ માટે ના પાડી એટલે નેહા, બંસરી અને મીરલ બોટીંગ માટે ગયાં. સાગર અને સંજના બંને બગીચામાં બેસી વાતો કરવા લાગ્યાં. સાગરે કહ્યું, " સંજુ, જો મને તારી પાસેથી લખવાની પ્રેરણા મળી એટલે મેં હવે પંક્તિઓ અને આર્ટિકલ્સ લખવાનું શરૂ કર્યું છે." સંજના બોલી, " ઓહો, તો તો હવે રહી રહી ને લેખકત્વ જાગ્યું ખરું એમ ને ? " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, સારા લોકોનો સંપર્ક હંમેશા પ્રેરણા દાયી હોય છે. યુ આર રિઅલી ઇન્ટરેસ્ટિંગ પર્સન." સંજના બોલી, " ના હો એવું કાંઈ ના હોય.બાય ધ વે કાલે સવારે તમારે મારી સાથે મંદિરે આવવું પડશે." સાગરે કહ્યું, " ઓફ કોર્સ."
એટલામાં નેહા બંસરી અને મીરલ આવ્યાં. સાગર એ કહ્યું ચાલો હવે આઈસ્ક્રીમ ખાવા જઈએ અને સંજના ગાડી આઈસ્ક્રીમ પાર્લર તરફ હંકારી ગઈ.સાગર હવે ધીરે ધીરે શહેરના વાતાવરણમાં સેટ થઈ રહ્યો હતો. ગામડાની સરળ જિંદગી બાદ હવે શહેરના રંગીન મિજાજી અંદાજમાં ઢળી રહ્યો હતો. પરંતુ હજુ શહેરમાં આવ્યા પછી સાગરના કોઈ ખાસ મિત્ર બન્યા ન હતા. માત્ર કોલેજમાં એની સાથે કામ કરતા બે ચાર પ્રોફેસરો સિવાય સાગર કોઈને જાણતો ન હતો. કારણ કે મોટાભાગનો સમય તે કોલેજમાંથી આવ્યા બાદ ઘરે જ પસાર કરતો. એમાંય ખાસ કરીને બંસરી, મીરલ અને સંજના અવારનવાર નેહાના ઘરે આવતાં અને સૌ સાથે મળીને સમય પસાર કરતાં.
આઈસ્ક્રીમ પાર્લર પરથી હવે નેહા સીધી જ ગાડી ઘર તરફ હંકારી ગઈ. શહેરની રાત્રી સફર માણીને સાગરને ખૂબ મજા આવી.બીજા દિવસે સાગર સવારે વહેલો ઉઠ્યો.સંજના પણ જાગી ગઈ.બન્ને મંદિર તરફ ચાલ્યાં. સાગરે કહ્યું, " સંજુ, ખરેખર તારા સંપર્કમાં આવ્યા પછી મને લખવાની જબરજસ્ત પ્રેરણા મળી છે. તારા વિચારો આસમાનને સ્પર્શી શકે એટલા ઊંચા છે. આજે ભગવાનને વિશેષ પ્રાર્થના કરીશ કે તારા તમામ સ્વપ્નાઓ પૂર્ણ થાય. બાય ધ વે સંજુ આજે તારા ચહેરા ઉપર પણ કંઈક અલગ જ પ્રકારની ખુશી છલકાઈ રહી છે, કઈ ખાસ કારણ ? સંજના ચહેરા પર થોડું સ્મિત રેલાવી બોલી, " ટુડે ઇઝ માય બર્થ ડે." અને સાગરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, " હેપી બર્થ ડે, સંજના." અને એટલામાં મંદિરના ગેટ પાસે બન્ને જણ પહોંચી ગયાં. દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે એકાએક સંજનાને કોણ જાણે શુ સૂઝયું કે હળવેથી એણે સાગરને કહ્યું, " મને એ કહો કે આપને મન મારું મૂલ્ય કેટલું ?
સાગરે કહ્યું, " સાંભળ સંજુ, એક પ્રખ્યાત કવિની પંક્તિઓ....
" તુમ પ્રેરણા હો મેરી
તુમ સાધના હો મેરી
સામને હો મગર, તુમ કલ્પના હો મેરી
મૈ શબ્દ હું, તુમ સુર હો
મૈ દીપ હું , તુમ નૂર હો
ના પરી, ના હુર હો
તુમ તો કોહીનૂર હો
તુમ સાધના હો મેરી,
તુમ પ્રેરણા હો મેરી. "
વન્સ અગેઇન " હેપી બર્થ ડે, સંજુ "
બસ હવે આ પંક્તિઓ માંથી જ તારે તારા સવાલનો જવાબ મેળવી લેવાનો.આ સાંભળી સંજનાએ પ્રસંશા કરતા કહ્યું, " માઈન્ડ બ્લોઇંગ " અને વાતો કરતાં કરતાં બંને ઝડપથી ઘરે પહોંચ્યાં.
સમય પસાર થતાં વાર લાગતી નથી. જોત જોતામાં કોલેજની એન્યુઅલ એકઝામ આવી ગઈ.નેહા અને તેની બહેનપણીઓ પરીક્ષામાં વ્યસ્ત બની ગયાં. છેલ્લું પેપર પૂર્ણ થયું. હવે બીજા દિવસથી સ્ટુડન્ટ્સ માટે કોલેજમાં વેકેશન હતું. આ બાજુ પાઠક સર હવે રિટાયર્ડ થવાના હતા.કોલેજ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પાઠક સર ને અનેક મોમેન્ટો આપવામાં આવી.કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે પાઠક સરને ભારે હૈયે વિદાય આપી.વક્તવ્ય આપતી વખતે સાગર પણ ગળગળો થઈ ગયેલો.જો કે વિદાય સમારંભ બાદ પાઠક સર તરફથી જમણવાર રાખવામાં આવ્યો હતો.ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે દાંડીયા રાસ પણ રાખ્યા હતા.ફોટો સેશન પણ યોજાયું.વિદાય સમારંભ પૂર્ણ થયા બાદ ઘરે આવી સાગર અને પાઠક સર થોડી વાર બગીચામાં બેઠા.ત્યારબાદ સાગર પાઠક સર ને ગુડ નાઈટ વિશ કરી સૂવા માટે ગયો.