મહિલા દિન સ્પેશ્યલ : સુરતની આ પાવરફૂલ મહિલાઓની રસપ્રદ કહાની
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આજની મહિલાઓ માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે રસોડામાં રસોઈ બનાવવા પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ પૃથ્વી પરથી કૂદકો મારીને બ્રહ્માંડ સુધીની સફર કરવામાં સક્ષમ રહી છે. એવું કોઈ ક્ષેત્ર નહીં હોય કે જેમાં મહિલાઓએ પોતાનું યોગદાન ન નોંધાવ્યું હોય. ત્યારે આજે મહિલા દિને આપણી વાત કરીશું સુરતની કેટલીક એવી પાવરફુલ મહિલાઓ કે જેમનું વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
(તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે સુરતનાં મેયર હેમાલીબેન બોઘાવાલા નજરે પડે છે)
1.હેમાલિબેન બોઘાવાલા : હેમાલીબેન બોઘાવાલા સુરત મહાનગરપાલિકાના મેયર પદે હાલમાં બિરાજમાન છે તેમના નેતૃત્વમાં સુરતને માત્ર ક્લીનસીટી જ નહીં પરંતુ ગ્રીન સિટીનું પણ બિરુદ પ્રાપ્ત થયું છે. સુરતના વિકાસમાં તેમનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે.
(તસ્વીરમાં.નગર સેવક કૈલાશબેન સોલંકી દ્રશ્યમાન થાય છે)
2. કૈલાસબેન સોલંકી : તેઓ સુરત મહાનગરપાલિકાના નગરસેવક છે. સુરત ના વેસુ ભરથાણા વોર્ડ નંબર 22ના તેઓ નગર સેવક છે. તેમણે પોતાના વિસ્તારમાં અનેક નોંધપાત્ર વિકાસ કાર્યો કર્યા છે. નગર સેવક તરીકે તેઓ સતત સક્રિય રહે છે અને પોતાના વિસ્તાર ના લોકોને હાલાકી ન પડે તે માટે તેઓ સતત પોતાના વિસ્તારમાં ફરતાં રહે છે અને કોઈ ફરિયાદ કરે કે ન કરે પરંતુ પોતાની જાતે જ જે તે વિસ્તારની સમસ્યાઓને જાણીને તેને ઉકેલવાનો સતત પ્રયત્ન કરે છે. સુરત મહાનગરપાલિકાના નગરસેવકોમાં એક મહિલા નગરસેવક તરીકે તેઓ ખૂબ જ સક્રિય નગરસેવક રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ સતત પોતાનું યોગદાન આપતાં રહ્યાં છે અને મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સરકારી યોજનાઓનો લાભ મહિલાઓ સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે.
(આ તસ્વીર લ્યુસી પટેલ ની છે.)
3. લ્યુસી પટેલ : તેઓ વેસુ-ભરથાણા-ડુમ્મસ વોર્ડ નંબર 22 નાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનાં પ્રેસિડેન્ટ છે. લ્યુસી પટેલ સ્વભાવે ખૂબ જ સરળ મહિલા છે અને પોતાના વિસ્તારમાં સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને પ્રાપ્ત થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. એટલું જ નહીં મહિલા સશક્તિકરણ માટે પણ તેમના પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે.તદુપરાંત તેઓ એક યુથ આઈકોન મહિલા છે. સામાજિક, ધાર્મિક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સતત પ્રથમ હરોળમાં રહે છે.
( આ તસ્વીર કોમલબેન બચકાનીવાલા ની છે. )
4.કોમલબેન બચકાનીવાલા : તેઓ એક સામાજિક કાર્યકર, એકઝયુટીવ મેમ્બર ભારતીય જનતા પાર્ટી સુરતનાં સદસ્ય ઉપરાંત તેઓ પરમાર્થ ફાઉન્ડેશ નાં ફાઉન્ડર છે. તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં રહે છે.સમાજના પછાત વર્ગો ના ઉત્થાન માટે તેમનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર રહે છે. આમ રાજકીય ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ સતત સક્રિય રહે છે.
(તસ્વીરમાં બીનાબેન રાવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી એવોર્ડ પ્રાપ્ત કરતાં દ્રશ્યમાન થાય છે.)
5.બીનાબેન રાવ : તેઓ સામાજિક કાર્યકર છે,ઉપરાંત ' પ્રયાસ- ફ્રી કોચિંગ કલાસ ' નાં ફાઉન્ડર છે. શિક્ષણ ક્ષેત્રમાં પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ આપવાનું સતત કાર્ય કરતાં રહ્યાં છે. તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને 'ગુજરાત ગૌરવ એવોર્ડ 2022 ' પ્રાપ્ત થયેલ છે. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા સલમાન ખાને પણ તેમના કાર્યની ભારોભાર પ્રશંસા કરેલી છે.
આ ઉપરાંત સુરત સહિત રાજ્ય અને દેશમાં એવી અનેક મહિલાઓ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન નોંધાવ્યું છે, ત્યારે સુરત સહિત દેશ અને રાજ્યની તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોર્નિંગ ન્યુઝ ફોકસ શુભકામનાઓ પાઠવે છે